- તલાટી અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર આપવાની તારીખમાં બદલાવ
- હવે 10 નવેમ્બરના બદલે 6 નવેમ્બરે કાર્યક્રમ યોજાશે
- મહાત્મા મંદિર ખાતે સવારે સીએમના હસ્તે અપાશે નિમણૂક પત્ર
- 10 મી નવેમ્બરે ધનતેરસ હોવાના કારણે તારીખમાં ફેરફાર
- તલાટી, જુ. ક્લાર્ક ઇંગ્લિશ સ્ટેનો. સહિત આશરે 4500 ઉમેદવારને અપાશે નિમણૂક પત્ર
ગુજરાતમાં તલાટી અને જુનિયર કર્લાક નિમણૂક પત્ર આપવાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે,હવે આ નિમણૂક પત્ર 10 નવેમ્બરના બદલે 6 નવેમ્બરમાં આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે, આ નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આપવામાં આવશે, 10મી નવેમ્બરે દિવાળીના તહેવારો શરૂ જાય છે એટલે કે 10 તારીખે ધનતેરસ હોવાથી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિણણૂક પત્રમાં તલાટી,જુ.કલાર્ક, ઇંગ્લિશ સ્ટેનો સહિતના 4500 લોકોને નિમણૂક પત્ર આપવામાં આવશે
