Weather Forcast/ રાજ્યના હવામાનમા આવશે બદલાવ, ઠંડી ઘટશે, છાંટા થવાની શક્યતા

રાજ્યમાં ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના દિવસે હવામાનમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી અને સૂકું વાતાવરણ સાથે છાંટાની શક્યતા.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather : રાજ્યમાં હવામાનમાં બદલાવ આવશે, જેમાં પણ અમદાવાદમાં ઠંડીનો અનુભવ થતો રહેશે, જ્યારે બપોરે તાપમાન વધતા વાતાવરણ થોડું ગરમાઇ શકે છે. સવારે અને રાત્રે ઠંડી વધુ બની શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.

રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

ગુજરાતમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે ?, 10 જાન્યુઆરીથી નવી સિસ્ટમનો પ્રભાવ

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં 48 કલાક પડશે કાતિલ ઠંડી પછી તાપમાનમાં થશે વધારો

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની કરી આગાહી