Not Set/ NRC વિરુદ્ધ મમતાએ બાયો ચઢાવી : બંગાળમાં એકપણ વ્યક્તિને આંગળી પણ અડાવી, તો અમે પાઠ ભણાવવા તૈયાર

રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ના વિરોધમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની આગેવાની હેઠળ કોલકાતામાં રસ્તા પર એક વિરોધ કૂચ કાઢવામાં આવી હતી. પક્ષના હજારો કાર્યકરોએ આ વિરોધ કૂચમાં ભાગ લીધો હતો અને એનઆરસી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પદયાત્રા બેટ્ટી મોરથી ઉત્તર કોલકાતાના બીટી રોડ પર ઉત્તર શ્યામબજાર ફાઇવ પોઇન્ટ તરફ રવાના થઈ હતી. Kolkata: […]

Top Stories India

રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ના વિરોધમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની આગેવાની હેઠળ કોલકાતામાં રસ્તા પર એક વિરોધ કૂચ કાઢવામાં આવી હતી. પક્ષના હજારો કાર્યકરોએ આ વિરોધ કૂચમાં ભાગ લીધો હતો અને એનઆરસી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પદયાત્રા બેટ્ટી મોરથી ઉત્તર કોલકાતાના બીટી રોડ પર ઉત્તર શ્યામબજાર ફાઇવ પોઇન્ટ તરફ રવાના થઈ હતી.

આ દરમિયાન તેમણે કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું કે આ બિલ તમામ ધર્મો વચ્ચે ભેદભાવ પેદા કરવા માટે લાવવામાં આવ્યું છે અને હું આ બિલને સ્વીકાર કરતી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે એનઆરસીના નામે લોકોને વહેંચવાની કોશિશ કરનારા લોકો આગ સાથે રમી રહ્યા છે. જો એનઆરસીના નામે ભાજપે બંગાળના એક પણ વ્યક્તિને સ્પર્શ કર્યો તો અમે તેમને પાઠ ભણાવીશું.

 

ઉલ્લેખનીય છે કે, આસામમાં એનઆરસીમાંથી આશરે 19 લાખ લોકોને બાકાત રાખવા અંગે મમતા પહેલેથી જ સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી ચુકી છે. અગાઉ, તૃણમૂલ કોંગ્રેસે 7 અને 8 સપ્ટેમ્બરે જિલ્લાઓમાં એનઆરસી સામે વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.