sports news/ IPLમાંથી ધોનીની નિવૃત્તિ, CSKના નવા મેન્ટર બન્યા

મહેન્દ્ર સિંહ ધોનીની (MS Dhoni)કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત IPLનું ટાઇટલ જીત્યું છે

Top Stories Sports
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડી તરીકેની પોતાની સફરનો અંત (IPL Retiremen)લાવી દીધો છે

Sports News : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ખેલાડી તરીકેની પોતાની સફરનો અંત (IPL Retiremen)લાવી દીધો છે. IPL 2027ની રિટેનશન પ્રક્રિયા વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)એ મોટી જાહેરાત કરતાં ધોનીને ટીમના નવા મેન્ટર (CSK Mentor)બનાવ્યા છે. આ નિર્ણય સાથે હવે ધોની ક્રિકેટના મેદાન પર ખેલાડી તરીકે નહીં, પરંતુ માર્ગદર્શકની નવી ભૂમિકામાં જોવા મળશે.

2008થી CSK સાથે રહ્યો ધોનીનો સાથ

ધોનીની IPL સફરની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. પ્રથમ સિઝનથી જ તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો (Chennai Super Kings)હિસ્સો બન્યા હતા. જોકે, વર્ષ 2016 અને 2017માં CSK પર પ્રતિબંધ લાગતાં તેમણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી ક્રિકેટ રમ્યું હતું. બે વર્ષ બાદ ચેન્નાઈની ટીમની વાપસી થતાં ધોની (MS Dhoni) ફરી CSK સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ ટીમની સફળતાનો મહત્વનો ભાગ રહ્યા છે.

ધોનીની કેપ્ટનશિપમાં CSKએ પાંચ વખત ટ્રોફી જીતી

મહેન્દ્ર સિંહ ધોનીની (MS Dhoni)કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ વખત IPLનું ટાઇટલ જીત્યું છે. તેમની આગેવાનીમાં ટીમે સતત શાનદાર પ્રદર્શન કર્યું અને લીગની સૌથી સફળ ટીમોમાં સ્થાન મેળવ્યું. ધોનીએ કેપ્ટનશિપ છોડ્યા બાદ રવિન્દ્ર જાડેજા અને ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડને ટીમની જવાબદારી સોંપવામાં આવી હતી.

ધોનીના IPL કરિયરની વાત કરીએ તો તેમણે 278 મેચમાં 5,439 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની સરેરાશ 38.30 અને સ્ટ્રાઇક રેટ 137.45 રહ્યો છે. તેમના નામે 24 અડધી સદી અને 264 છગ્ગા નોંધાયેલા છે. IPLમાં તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન રહ્યો છે.

IPL 2026માં એક પણ મેચ રમ્યા નહોતા

ધોનીએ IPL 2026ની એક પણ મેચ રમી નહોતી. પગની પિંડીમાં ઈજાની સમસ્યાને કારણે તેઓ આખી સિઝન મેદાનથી દૂર રહ્યા હતા. તેમની ગેરહાજરીમાં સંજુ સેમસને વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. હવે IPL 2027થી ધોની નવી ભૂમિકામાં ટીમ સાથે જોડાશે. મેન્ટર તરીકે તેઓ યુવા ખેલાડીઓને પોતાના અનુભવ અને રમતની સમજનો લાભ આપશે.

આ જાહેરાત સાથે જ ધોનીના કરોડો ચાહકો માટે IPLમાં તેમની ખેલાડી તરીકેની સફરનો અંત આવ્યો છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેનો તેમનો સંબંધ યથાવત્ રહેશે.


આ પણ વાંચો: એમએસ ધોનીની નવી હેરસ્ટાઇલે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી, તસવીરો થઈ વાયરલ

આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો આકર્ષક અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી

આ પણ વાંચો: એમએસ ધોનીને બીસીસીઆઈ તરફથી ટીમ ઈન્ડિયાના કોચ બનવાની મળી ઓફર