Not Set/ રાજ્યમાં વધુ બે ઓમિક્રોનના કેસ ક્યાં નોંધાયા?

રાજ્યમાં વધુ બે ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જામનગરમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. આ પહેલા પણ જામનગરમાં એક વ્યક્તિને કોરોના થયો હતો

Top Stories Gujarat
ઓમિક્રોન ગુજરાત

રાજ્યમાં વધુ બે ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જામનગરમાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. આ પહેલા પણ જામનગરમાં એક વ્યક્તિને કોરોના થયો હતો અને આ ઓમિક્રોનના કેસ તેમના પરિવારમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ ઓમિક્રોનના કુલ ત્રણ કેસ સક્રિય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તેમની પત્ની અને સાળાને ઓમિક્રોન થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.તેમનો ટેસ્ટ કરીને રિપોર્ટ પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નોંધનીય છે કે, ઝિમ્બાબ્વેથી આવેલા 72 વર્ષીય વૃદ્ધ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જેના બાદ સમગ્ર ગુજરાતનું આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. તાત્કાલિક અસરથી પગલા લેવાનું શરૂ કરાયુ હતું. હાલ ઓમિક્રોનના દર્દી જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હવે તેમનો પરિવાર પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નોંધનીય છે કે,  સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રીએ પણ આરોગ્ય અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને આઇસોલેશન સહિતની વ્યવસ્થાને સઘન બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. તથા એરપોર્ટ પર પણ વિશેષ તકેદારી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તથા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુસાફરોનું ચેકિંગ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

થાક લાગવો 
જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકાન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન એન્જિક કોએત્જીએ    થાક સહિત નીચે જણાવેલા લક્ષણોને ઓમિક્રોન ના સંક્રમિત દર્દીઓમાં જોયા છે.

શરીરમાં દુઃખાવો  
કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે.

માથામાં ખુબ જ દુખાવો 
ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે.