Asia Cup/ BCCI એ અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડી સંભાળશે કમાન

તાજેતરમાં અબુ ધાબી T10 ક્રિકેટ લીગનાં સમાપન પછી, ACC અંડર-19 એશિયા કપ (ACC U19 એશિયા કપ 2021) 23 ડિસેમ્બરથી UAE માં શરૂ થવા જઈ રહ્યો છે.

Sports
Asia Cup

તાજેતરમાં અબુ ધાબી T10 ક્રિકેટ લીગનાં સમાપન પછી, ACC અંડર-19 એશિયા કપ (ACC U19 એશિયા કપ 2021) 23 ડિસેમ્બરથી UAE માં શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે શુક્રવારે ભારતીય જુનિયર પસંદગી સમિતિએ 20 સભ્યોની ભારતીય U19 ટીમની જાહેરાત કરી છે.

આ પણ વાંચો – Viral Video / ધનશ્રીએ ધોનીની સ્ટાઇલમાં માર્યો હેલિકોપ્ટર શોટ, Video

આ સાથે, પસંદગીકારોએ ACC ઈવેન્ટ પહેલા 11-19 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં આયોજિત તૈયારી શિબિર માટે 25 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. વળી, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી ICC મેન્સ U19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. BCCIનાં નિવેદન અનુસાર, અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ આગામી ACC અંડર-19 એશિયા કપ માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જે 23 ડિસેમ્બરથી UAEમાં રમાશે. ACC ઈવેન્ટ પહેલા 11 થી 19 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાનારી તૈયારી કેમ્પ માટે 25 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. યશ ધૂલે આ વર્ષે વિનોદ માંકડ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. DDCA માટે, ધૂલે એ 75.50ની એવરેજથી 302 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – છેતરપિંડી / ટીમ ઈન્ડિયાનાં આ પૂર્વ ક્રિકેટર સાથે થઇ ઓનલાઈન છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ કરી

BCCI એ એમ પણ કહ્યું કે, આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. અત્યાર સુધીમાં આઠ ACC અંડર-19 એશિયા કપ ટૂર્નામેન્ટ રમાઈ છે, જેમાંથી ભારતે છ વખત ટાઈટલ જીત્યું છે. 2012માં ભારતે પાકિસ્તાન સાથે ટ્રોફી શેર કરી હતી.

અંડર-19 એશિયા કપની ટીમઃ

હરનૂર સિંહ પન્નુ, અંગકૃશ રઘુવંશી, અંશ ગોસાઈ, એસ.કે. રાશિદ, યશ ધૂલ (કેપ્ટન), અન્નેશ્વર ગૌતમ, સિદ્ધાર્થ યાદવ, કૌશલ તાંબે, નિશાંત સિંધુ, દિનેશ બના, આરાધ્યા યાદવ, રાજનંદ બાવા, રાજ્યવર્ધન હંગરગેકર, ગર્વ સાંગવાન, રવિ કુમાર, ઋષિથ રેડ્ડી, માનવ પરખ, અમૃત રાજ ઉપાધ્યાય, વિકી ઓસ્ટવાલ, વાસુ વત્સ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ: આયુષ સિંહ ઠાકુર, ઉદય સહારન, શાશ્વત દંગવાલ, ધનુષ ગૌડા, પીએમ સિંહ.