Fee Hike/ ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજનો ફી વધારો મંજૂર, પાંચ ટકા ફી વધી

ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિએ રાજ્યની 500 કોલેજનાં વર્ષ 2023-24થી 2025-26ના બ્લોકનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે. આ 500 કોલેજની જાહેર થયેલી ફીમાં કિંમતી દ્વારા મહત્તમ પાંચ ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Fee hike ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજનો ફી વધારો મંજૂર, પાંચ ટકા ફી વધી

ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિએ Fee Hike રાજ્યની 500 કોલેજનાં વર્ષ 2023-24થી 2025-26ના બ્લોકનું ફી માળખુ જાહેર કરવામાં આવ્યું છે. આ 500 કોલેજની જાહેર થયેલી ફીમાં કિંમતી દ્વારા મહત્તમ પાંચ ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય 110 કોલેજો એવી છે કે, જેમણે પાંચ ટકા કરતાંય વધુનો ફી વધારો માગ્યો હોવાથી કોલેજોએ પાસેથી Fee Hike છેલ્લા ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યાં છે. જેની ચકાસણી કર્યા બાદ ફી જાહેર કરાશે. આ જ મોડેલનું આગામી સમયમાં સ્કૂલોમાં પણ અનુસરણ કરવામાં આવી શકે છે.
સમિતિ દ્વારા જાહેર કરાયેલી વિગતો Fee Hike મુજબ, વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન કોરોના મહામારીના કારણે તમામ ટેકનિકલ કોલેજોની ફી યથાવત રાખવામાં આવી હતી. આ બ્લોકની ફી જાહેર કરવામાં આવી નહોતી. જે અંગે કોલેજોએ પણ સંમતિ આપી હતી. કોરોનો હળવો પડી જતાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજની આગામી ત્રણ વર્ષ 2023-24થી વર્ષ 2025-26 સુધીનું ફી માળખુ નક્કી કરવા માટે ગત 20મી માર્ચના રોજ દરખાસ્ત મંગાવવાની જાહેરાત કરાઈ હતી.
આ દરમિયાન કોલેજોની મૂળ ફીમાં પાંચ ટકાનો Fee Hike નોશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો તેને ધ્યાને લઈને આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ સિમિત દ્વારા કાર્યવાહી હાથ ધરાતાં 640 કોલેજમાંથી 500 કોલેજ એવી હતી કે જેમણે પાંચ ટકા સુધીનો જ ફી વધારો માગ્યો હોવાથી તેમને એફિડેવિટના આધારે વધારો મંજૂર કરી તેમની ફી જાહેર કરવામાં આવી છે.
આ સિવાય 110 કોલેજોએ 5 ટકાથી વધુનો વધારો માગ્યો Fee Hike હોવાથી તેમની ફી હવે પછી જાહેર કરવામાં આવશે. 5 ટકાથી વધુનો વધારો માગનાર કોલેજો પાસેથી છેલ્લા ત્રણ વર્ષનાં નાણાકીય હિસાબો અને અન્ય દસ્તાવેજો મંગાવવાની કાર્યવાહી હાય ધરાઈ છે. આ પ્રક્રિયા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે. આ સિવાય 18 કોલેજ એવી છે કે જેમણે અભ્યાસક્રમો જ બંધ કરી દીધા છે તેમજ 12 કોલેજોએ સમિતિ દ્વારા નિયત કરાયેલ બાહેધરી પત્રક આપ્યું ન હોવાથી તે કોલેજની ફી મંજુર કરવામાં આવી નથી. સમિતિ દ્વારા સ્પષ્ટતાં કરવામા આવી છે કે, બેઝ નૌશનલ ફી આગામી બ્લોકની ફી નક્કી કરવા માટેનો માત્ર આધાર છે અને કોલેજો બેઝ નોશનલ ફી તેમના હયાત વિદ્યાર્થીઓ પાસેથી લઈ શકશે નહીં.

 

આ પણ વાંચોઃ સ્ટોક માર્કેટ/ સ્ટોક માર્કેટમાં તેજીને બ્રેક, સેન્સેક્સ 248 પોઇન્ટ ઘટ્યો

આ પણ વાંચોઃ PM Modi US Visit/ GE એરોસ્પેસ HAL સાથે ફાઇટર જેટ એન્જિન બનાવશે, PM મોદીના યુએસ પ્રવાસ વચ્ચે મોટો સોદો

આ પણ વાંચોઃ Fitch Rating/ ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચારઃ ફિચે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધાર્યુ

આ પણ વાંચોઃ  Jil Biden-Diamond/ હીરો અમેરિકામાં, ઝગમગાટ સુરતમાં જાણો કેમ

આ પણ વાંચોઃ Ghaziabad Online Conversion/ ઓનલાઈન ગેમિંગ ધર્માંતરણ કેસમાં મોટી સફળતા, માસ્ટરમાઇન્ડ બદ્દોનો 1000 પેજનો ડેટા રિકવર