Gulmarg Snowfall/ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હીમવર્ષાના કારણે પ્રવાસીઓ ફસાયા, રાહતકામગીરી કરી શરૂ

ગુલમર્ગ હિમવર્ષા (Gulmarg snowfall)ના કારણે રવિવારે તાપમાનનો પારો માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. અનંતનાગમાં તાપમાન – 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

Top Stories India
YouTube Thumbnail 21 1 જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હીમવર્ષાના કારણે પ્રવાસીઓ ફસાયા, રાહતકામગીરી કરી શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ગુલમર્ગમાં પારો 8 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ઉત્તરીયભાગોમાં પારો ગગડતા ગુલમર્ગમાં હિમવર્ષા (Gulmarg snowfall) જોવા મળી. હીમવર્ષાના કારણે પહાડો પર બરફ પડવાને કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરીય ઠંડા પવનો ફૂંકાવાના પગેલ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો -1 ડિગ્રી નોંધાયો. જ્યારે સીઝનમાં પ્રથમ વખત ઉત્તર પ્રદેશમાં પારો 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. મધ્યપ્રદેશના પચમઢીમાં સૌથી ઓછું તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

ગુલમર્ગમાં રવિવારે ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે માર્ગો જામ થઇ ગયા છે. પ્રવાસીઓ અને તેમના વાહનો બરફમાં ફસાઈ ગયા હતા. આ પછી, પ્રશાસને ઘણા પ્રયત્નો પછી, પ્રવાસીઓ અને તેમના વાહનોને બરફમાંથી બહાર કાઢ્યા. તેમજ હિમવર્ષાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક લોકોને બચાવ્યા હતા

ગુલમર્ગ ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ વસીમ રાજાએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે ભારે હિમવર્ષા વિશે જાણ કરી ન હતી. ઘણા પ્રવાસીઓ ગુલમર્ગ આવ્યા છે. અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા છે. બરફમાં ફસાયેલા વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. વહીવટ સક્રિય મોડ પર છે.

ગુલમર્ગમાં તાપમાન માઈનસ 6.5 ડિગ્રી સેલ્સિયસ, આગામી બે દિવસ ખીણમાં થઈ શકે છે  વરસાદ અને હિમવર્ષા - Gujarati News | Gulmarg temperature minus 6.5 degrees  Celsius, next two days in ...

શનિવારે, 16 ડિસેમ્બરે, ગુલમર્ગમાં ફસાયેલા 61 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બરફમાં ફસાયેલા પ્રવાસીઓને ચિનાર વોરિયર્સ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓને ભોજન, ગરમ કપડાં અને રૂમ હીટર આપવામાં આવ્યા હતા. ઉપરાંત રામહોલ અને તરતપોરામાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુલમર્ગ હિમવર્ષા (Gulmarg snowfall)ના કારણે રવિવારે તાપમાનનો પારો માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. અનંતનાગમાં તાપમાન – 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું. શ્રીનગરમાં પારો 0.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 0.8 ડિગ્રી સેલ્સિયસ, કોકરનાગમાં 1.1 ડિગ્રી સેલ્સિયસ અને કુપવાડામાં માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.