Not Set/ કઠુઆ-ઉન્નાવ જેવી ઘટનાઓ પહેલા પણ થતી હતી હવે પબ્લિસિટી: હેમા માલિની

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ અને મધ્યપ્રદેશના ઇન્દોરથી માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ કર્યા બાદ હત્યા કરાયા હોવાની દર્દનાક ઘટના સામે આવ્યા બાદ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. કઠુઆ અને ઉન્નાવ રેપ મામલે બીજેપી સાંસદ હેમા માલિની કહ્યું કે પહેલા પણ આવું થતું હતું પરંતુ આજકાલ આ પબ્લિસિટી બની ગયું છે. જેના પેર ધ્યાન આપવું જોઈએ. આવી ઘટનાઓને રોકવી […]

Top Stories
Hema MaliniApr21 કઠુઆ-ઉન્નાવ જેવી ઘટનાઓ પહેલા પણ થતી હતી હવે પબ્લિસિટી: હેમા માલિની

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ગેંગરેપ અને મધ્યપ્રદેશના ઇન્દોરથી માત્ર ૪ મહિનાની બાળકી સાથે રેપ કર્યા બાદ હત્યા કરાયા હોવાની દર્દનાક ઘટના સામે આવ્યા બાદ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. કઠુઆ અને ઉન્નાવ રેપ મામલે બીજેપી સાંસદ હેમા માલિની કહ્યું કે પહેલા પણ આવું થતું હતું પરંતુ આજકાલ આ પબ્લિસિટી બની ગયું છે. જેના પેર ધ્યાન આપવું જોઈએ. આવી ઘટનાઓને રોકવી જરૂરી છે, આવી ઘટનાઓથી દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે.

કઠુઆ ગેંગરેપની ઘટનાનો વિરોધ માત્ર દેશમાં જ નહિ વિદેશોમાં પણ થઇ રહ્યો છે. તેના લીધે આરોપીઓને સજા આપવા અને બાળકોની સુરક્ષા માટે કડક કાયદાને લાવવાની માંગણી કરાઈ રહી છે. આ પ્રકારના ગંભીર મુદ્દે વાત કરતા હેમા માલિને કહ્યું કે, હાલ આ મુદ્દે ઘણી વધારે પબ્લિસિટી જોવા મળી રહી છે. પહેલા પણ મારા ખ્યાલથી આવું બધું થતું જ હશે, કોઈને ખ્યાલ નહી હોય પરંતુ આ મુદ્દા પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે, આવી ઘટનાઓ થઈ રહી છે તે ન થવી જોઈએ. તેનાથી દેશનું નામ ખરાબ થઈ રહ્યું છે.