corona vaccination/ વેક્સિનેશનમાં નિરાશા, માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ લીધી વેક્સિન

છેલ્લા 7 મહિનામાં દેશમાં માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ કોરોનાની રસી લીધી છે. વસતીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં વેક્સિન લેનારી સગર્ભાઓની સંખ્યા ઓછી છે. સગર્ભાઓ કોરોના વેક્સિન લેવાનું ટાળી રહી છે.

Top Stories India
pregnant

કોરોનાનાં મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેનો એક માત્ર ઈલાજ વેક્સિન છે. છતા સગર્ભા મહિલાઓમાં વેક્સિનેશનને લઈને ઉણપ જોવા મળી રહી છે. દર વર્ષે અઢી કરોડથી વધુ સગર્ભાઓ બાળકને જન્મ આપે છે પણ છેલ્લા 7 મહિનામાં દેશમાં માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ કોરોનાની રસી લીધી છે. વસતીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં વેક્સિન લેનારી સગર્ભાઓની સંખ્યા ઓછી છે. સગર્ભાઓ કોરોના વેક્સિન લેવાનું ટાળી રહી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ બિડેને અમેરિકા નાગરિકોને સત્વરે યુક્રેન છોડી દેવાના આપ્યા નિર્દેશ,જાણો વિગત

દેશમાં સૌથી વધુ કોઈ રાજ્યમાં સગર્ભાઓએ વેક્સિન લીધી હોય તો તે મધ્ય પ્રદેશ છે. જે 5 રાજ્યમાં સૌથી વધુ સગર્ભાઓએ રસી લીધી છે તેમાંથી 3 રાજ્ય દક્ષિણ ભારતનાં છે. દેશમાં ગત જુલાઇથી સગર્ભાઓ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનના કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડૉ. નરેન્દ્ર અરોડાનું કહ્યું હતું કે સગર્ભાઓ રસી ન લે તે જોખમી છે.

આ પણ વાંચો:ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચમાં કર્યું આવું!જાણીને ચોંકી જશો

અત્યાર સુધીના અનુભવોના આધારે સ્પષ્ટ કહી શકાય કે, વેક્સિન લેવાથી સગર્ભા કે ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર કોઇ પણ પ્રકારની આડઅસર નથી થતી જ્યારે વેક્સિન ન લીધી હોય અને કોરોના સંક્રમણ થાય તો જોખમ અનેકગણું વધી જાય છે.

દેશમાં કોરોનાનાં કેસ

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ હવે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 58 હજાર 77 નવા કેસ નોંધાયા છે અને 657 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે 13.4 ટકા ઓછા કેસ નોંધાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 6 લાખ 97 હજાર 802 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 7 હજાર 177 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 13 લાખ 31 હજાર 158 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

કેરળમાં કોવિડ-19ના 18,420 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 63,65,051 થઈ ગઈ છે. આ પહેલા બુધવારે કેરળમાં કોરોના વાયરસના ચેપના 23,253 નવા કેસ નોંધાયા હતા. કેરળના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં 341 દર્દીઓના મોત થયા છે, ત્યારબાદ રાજ્યમાં રોગચાળાથી કુલ મૃત્યુઆંક વધીને 61,134 થઈ ગયો છે.ૉ

આ પણ વાંચો: અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી,દોષિતોને મળશે આકરી સજા