Gujarat Rain Forecast/ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat
Rain Gujarat 1 1 ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાત હવામાન વિભાગ Gujarat Rain Forecast દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

દરિયામાં કરંટની સંભાવનાને ધ્યાનમા રાખતા માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં વરસાદનો આગામી રાઉન્ડ નવમી ઓગસ્ટ Gujarat Rain Forecast પછી શરૂ થાય તેમ માનવામાં આવે છે. જો કે શ્રાવણ મહિનામાં જુલાઈ જેવો ભારે વરસાદ નહી પડે તેમ મનાય છે. ઓગસ્ટમાં આવનારો વરસાદ દક્ષિણ પશ્ચિમના પવનના લીધે આવશે તેમ મનાય છે. જુલાઈમાં વરસાદની એકસાથે બેથી ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના લીધે ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ હવે હાલમાં એકપણ સિસ્ટમ સક્રિય નથી. પણ વાતાવરણ વાદળછાયુ રહેશે તેમ માનવામાં આવે છે. આમ છતાં રાજ્યના અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તેમા પણ Gujarat Rain Forecast ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનો એકાદો મોટો રાઉન્ડ ઝઈ જાય તો આશ્ચર્ય નહી થાય.

આ વર્ષે જુલાઇ મહિનામાં રાજ્યમાં સરેરાશ 17.78 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયા બાદ સરેરાશ ટકાવારી સ્થિર રહી છે. ગત વર્ષે જૂન મહિનામાં 21.25 ઈંચ વરસાદ પડ્યો હતો. આ વર્ષે વરસાદની આફતને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 158 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂર-તોફાનની પરિસ્થિતિમાં 21,000 મકાનોને નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરથી પરત ફરેલા ભારતીય સાંસદો આજે રાષ્ટ્રપતિને મળશે, નક્કર પગલાં લેવા સૂચનો આપશે

આ પણ વાંચોઃ NIA Raid/ લંડનમાં ભારતીય હાઈકમિશન પર હુમલાને લઈને NIAએ પંજાબ-હરિયાણામાં 31 સ્થળોએ દરોડા

આ પણ વાંચોઃ Communal Violence/ નૂહની સાંપ્રદાયિક હિંસા ગુરુગ્રામ અને સોહના સુધી ફેલાઈઃ મૃતકોની સંખ્યા છ પર પહોંચી

આ પણ વાંચોઃ Delhi Ordinance Row/ ભાજપે તમામ સાંસદો માટે જારી કર્યો વ્હિપ, લોકસભામાં હાજર રહેવા નિર્દેશ