ladakh/ લદ્દાખમાં કુન પર્વત પર હિમપ્રપાતમાં એક જવાન શહીદ,ત્રણ લાપતા

લદ્દાખમાં કુન પર્વત પર હિમપ્રપાતમાં ફસાયા બાદ ભારતીય સેનાનો એક જવાન શહીદ, ત્રણ લાપતા થયાના સમાચાર મળી રહ્યા છે.

Top Stories India
6 1 2 લદ્દાખમાં કુન પર્વત પર હિમપ્રપાતમાં એક જવાન શહીદ,ત્રણ લાપતા

ભારતના લદ્દાખના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, લદ્દાખમાં કુન પર્વત પર હિમપ્રપાતમાં ફસાયા બાદ ભારતીય સેનાનો એક જવાન શહીદ, ત્રણ લાપતા થયાના સમાચાર મળી રહ્યા છે. હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈન્ય કર્મચારીઓની ટુકડી માઉન્ટ કુન (લદ્દાખ) નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી.આ ટ્રેનિંગ દરમિયાન આવી કસરતો પ્રમાણભૂત પ્રેક્ટિસ છે, જેનો ઉદ્દેશ્ય “ટ્રેન ધ ટ્રેનર” ખ્યાલના ભાગરૂપે HAWS સહભાગીઓને વાસ્તવિક પર્વતારોહણ તાલીમ આપવાનો છે,જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરના રોજ એક તાલીમ ચઢાણ દરમિયાન જૂથને અણધારી હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો. “અમારા ચાર સમર્પિત કર્મચારીઓ નીચે ફસાયા હતા. “તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલુ છે.”