Not Set/ પાકિસ્તાનનાં પૂર્વ મંત્રીએ CAA નાં વિરોધ પ્રદર્શનને લઇને Ex..પોર્નસ્ટારનો ફોટો કર્યો શેર, જાણો વધુ વિગત

અક્કલ બડી કે ભેંસ, જો આ સવાલ પાકિસ્તાનનાં આ પૂર્વ મંત્રીને પુછવામાં આવે તો તે નિશ્ચિતપણે તે ભેંસ જ કહેશે. કઇંક આવી જ બુદ્ધિનું પ્રદર્શન તેમણે એક રિટ્વિટ મારફતે કર્યુ છે. જણાવી દઇએ કે, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ને કારણે પાકિસ્તાનનાં પૂર્વ મંત્રી રહેમાન મલિક ચર્ચામાં આવ્યા છે. પૂર્વ મંત્રીએ ત્રણ પોર્ન સ્ટાર્સને ભારતમાં CAA નો […]

Top Stories World
rehman malik mia khalifa cover પાકિસ્તાનનાં પૂર્વ મંત્રીએ CAA નાં વિરોધ પ્રદર્શનને લઇને Ex..પોર્નસ્ટારનો ફોટો કર્યો શેર, જાણો વધુ વિગત

અક્કલ બડી કે ભેંસ, જો આ સવાલ પાકિસ્તાનનાં આ પૂર્વ મંત્રીને પુછવામાં આવે તો તે નિશ્ચિતપણે તે ભેંસ જ કહેશે. કઇંક આવી જ બુદ્ધિનું પ્રદર્શન તેમણે એક રિટ્વિટ મારફતે કર્યુ છે. જણાવી દઇએ કે, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) ને કારણે પાકિસ્તાનનાં પૂર્વ મંત્રી રહેમાન મલિક ચર્ચામાં આવ્યા છે. પૂર્વ મંત્રીએ ત્રણ પોર્ન સ્ટાર્સને ભારતમાં CAA નો વિરોધ કરતા ગણાવ્યા છે. હવે આ નાસમજણને કારણે સોશિયલ મીડિયા પર મલિકને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ વતી રહેમન મલિકને આ ભૂલ વિશે જાણ કરવામાં આવી હતી. જો કે જાણકારી તેમના સુધી પહોચે તે પહેલા જ ટ્રોલિંગની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી.

Image result for rehman malik

રેહમાન મલિકને ભારતીય સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા આ ભૂલ વિશે જાણ કરવામાં આવી હતી અને પછી ટ્રોલિંગ પ્રક્રિયાએ જોર પકડ્યુ હતુ. એક ટ્વિટર યૂઝર્સ અક્ષયે રહેમાનને ટેગ કરતા લખ્યું, “@SenRehmanMalik જી ભારતીય પ્રાદેશિક ફિલ્મોની પ્રભાવશાળી અભિનેત્રીઓ સીએએનો વિરોધ કરી રહી છે લોકોથી ઘણી સહાનુભૂતિ છે. તેમને સલામ છે અને હવે મોદી જલ્દીથી રાજીનામું આપી દેશે.

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ મંત્રી મલિકે આ પોસ્ટને રીટ્વીટ કરી હતી અને ટિપ્પણીમાં લખ્યું હતું કે, “ગોડ બ્લેસ હર.” ત્યારબાદ, જ્યારે યૂઝર્સ તેમને તેમની ભૂલ કહેતા હતા, ત્યારે રહેમાન મલિકે કહ્યું, “અમે તેમને યુએનમાં લઈ જઈશું અને તે યુએન ચાર્ટરની વિરુદ્ધ છે.” ત્યારબાદ પાકિસ્તાનનાં પત્રકાર નાયલા ઇનાયતે પણ રહેમાન મલિકની આ ભૂલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ‘પૂર્વ મંત્રી રહેમાન મલિક ભારતીય મુસ્લિમો સાથે એકતા દર્શાવવા પોર્ન સ્ટાર મિયાં ખલીફાને આશિર્વાદ આપી રહ્યા છે.’

પાકિસ્તાન વર્ષ 2019 ને પોતાના વડા પ્રધાનની રાજદ્વારીઓની ભૂલો માટે યાદ કરશે. આ વર્ષે એપ્રિલમાં વડા પ્રધાન ઇમરાન ખાન ઈરાન પ્રવાસ પર હતા. અહીંની પ્રેસ કોન્ફરન્સમાં તેઓ જાપાન અને જર્મનીની સરહદોમાંનાં એક હોવાનું કહેવાતું હતું. આ સિવાય જ્યારે પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે પણ કઇંક આવી જ ભૂલ કરી હતી. તેમણે પોર્ન સ્ટાર જોની સિનને કાશ્મીરનાં અંનંતનાગનો તે યુવક ગણાવ્યો હતો, જેની નજર પેલેટ બંદૂકથી ચાલી ગઈ હતી. બાસિતની આ ભૂલ પર તેમને પોર્ન સ્ટારે જ ટ્રોલ કરી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.