@અમિત રૂપાપરા
છેલ્લા સાડા ત્રણ વર્ષથી મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપીને લિંબાયત પોલીસ દ્વારા મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી હત્યા કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે મુંબઈમાં રહેતો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે બાતમીના આધારે લીંબાયત પોલીસે આરોપીને મુંબઈથી પકડી પાડ્યો છે.
સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઘણા આરોપીઓને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ અન્ય પોલીસ સ્ટેશનનોના પોલીસ કર્મચારીઓને સફળતા મળી છે. ત્યારે બાતમીના આધારે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ભાગતા ફરતા આરોપીને પકડવામાં લિંબાયત પોલીસને સફળતા મળી છે.
લિંબાયત પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે, સાડા ત્રણ વર્ષ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતો ફરતો આરોપી રાજ મંગલ ઉર્ફે મંગલ યાદવ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે લિંબાયત પોલીસ દ્વારા એક ટીમ મહારાષ્ટ્ર મુંબઈ ખાતે રવાના કરવામાં આવી હતી અને મુંબઈથી આરોપી રાજ મંગલ ઉર્ફે મંગલ યાદવની ધરપકડ કરી છે. આરોપી સુરતમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસથી બચવા માટે મુંબઈ ભાગી ગયો હતો અને પોતાની ઓળખ છુપાવી મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો અને બોરીવલી બ્રિજિનના નીચે આરોપી રહેતો હતો.
આ પણ વાંચો:સુરતમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી કરોડોની ઠગાઈ, ગેંગના એક સભ્યની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ
