દુર્ઘટના/ અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત

અમદાવાદમાં દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે. 

Top Stories Ahmedabad Gujarat
Untitled 11 7 અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત

 જૂનાગઢમાં ઈમારત ધરાશાયીની ઘટના હજુ લોકોની આંખ સામેથી હતી નથી કે અમદાવાદમાં દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં એક યુવક કાટમાળની નીચે દટાઈ જતા ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા દટાયેલા યુવકને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ભારે પ્રયાસો છતા પણ દટાયેલા યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું મોત થઈ ગયું હતું .

આ ઉપરાંત મૃતક મજૂર રાજસ્થાનનનો હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં 2 માળની જર્જરિત બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ 4  વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ત્રણ વર્ષથી એક જ લકઝરીમાં MPથી અમદાવાદ આવતા વેપારીને ડ્રાઇવર અને કંડકટરે જ શિકાર બનાવ્યો

આ પણ વાંચો:જૂનાગઢમાં 450 કરતા વધુ જર્જરિત ઇમારતોને નોટિસ, 60 જેટલી ઇમારતો ઉતારી લેવાઇ

આ પણ વાંચો:સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

આ પણ વાંચો:રાજકોટ ભાવનગર હાઇવે બન્યો ખખડધજ, મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ