@અમિત રૂપાપરા
સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા મેનપાવર સપ્લાય કરતી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીને એક સાથે જ 7.56 કરોડનું જીએસટી બિલ ચૂકવવા મામલે મુખ્યમંત્રી સુધી એક ફરિયાદ થઈ છે. સિવિલ હોસ્પિટલ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું આ ફરિયાદમાં આક્ષેપ છે પરંતુ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, આ કોઈ કૌભાંડ નથી પરંતુ એજન્સીને 2016થી જીએસટી ચૂકવવાનું બાકી હતું તે એક સાથે ચૂકવવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે સવાલ એ થઈ રહ્યા છે કે 2016થી જીએસટી બાકી હતું તો એક સાથે જ આટલી મોટી રકમ શા માટે ચૂકવવામાં આવી? શું આ મામલે કોઈ તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 7.56 કરોડનું જીએસટી કૌભાંડ થયું હોવાની એક ફરિયાદ મુખ્યમંત્રીને થઈ હોવાનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જે લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો તેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, પેરા-મેડિકલ વહીવટી અને ક્લાસ 3 અને 4ના મેનપાવર પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા આ જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે, કર્મચારીઓના નામે જીએસટી બિલ મૂકીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો આ એજન્સી દ્વારા લગાવવામાં આવી રહ્યો હોવાનું પણ એક અનુમાન છે. તો બીજી તરફ 2020થી 2022 વચ્ચેના કર્મચારીઓના 6 મહિના પહેલાના તફાવતના બાકી બિલોના નામે 124 બિલ રજૂ કરીને 7.56 કરોડનું જીએસટી બિલ મૂકીને એજન્સી એ પૈસા પકાવ્યા હોવાનું ચર્ચા રહ્યું છે.
આ બાબતે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરનું કહેવું છે આરોગ્ય વિભાગ તરફથી જીએસટી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારે તપાસ કરતા સામે આવ્યું હતું કે વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે તેના બિલો સમયસર ચૂકવવામાં આવતા હતા. જો કે આ વિશ્વા એન્ટરપ્રાઇઝ મેનપાવર સપ્લાય કરવાનું કામ કરે છે અને આ કંપની દ્વારા 2016થી જે પેમેન્ટ અમારી પાસેથી લેવામાં આવતું હતું તેમાં જીએસટી લેવામાં આવતું ન હતું અને હવે જ્યારે જીએસટી ચૂકવવાનું થયું ત્યારે એક સાથે આજે જીએસટી ચૂકવવામાં આવ્યું છે. એટલે કે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્સ પણ કહી રહ્યા છે કે ગાંધીનગરના આરોગ્ય વિભાગમાંથી જીએસટી બાબતે દબાણ કરવામાં આવ્યું અને એટલા માટે જ આ બિલ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સ તપાસ મામલે મોટો ધડાકો, ડ્રગ્સના FSLના રિપોર્ટ બાદ પોલીસની ઊંઘ ઉડી
