@ભરત સૂંદેશા, મંતવ્ય ન્યૂઝ-બનાસકાંઠા
ડીસાની ડી ફોર ડુપ્લીકેટની છબી રાજય લેવલે અંકિત થઈ ચુકી છે. ડીસામાં ખાદ્ય ચીજ વસ્તુઓ જેવી કે ઘી, તેલ, મરચું, હળદર, ચા સહિતની વસ્તુઓનું ડુપ્લિકેટ મોટા પાયે થાય છે. ડીસામાં જી.આઈ. ડી. સી., રિસાલા બજાર, જૂની પોલીસ લાઇન સહિતના વિસ્તારોમાં અનેક ભેળસેળ યુક્ત ઘી – તેલ બનાવવાની મિલો ધમધમી રહી છે. જેથી જિલ્લા ફૂડ વિભાગની ટિમ દ્વારા માહિતી આધારે મંગળવારે જિલ્લા ફૂડ અધિકારી ડી. જી. ગામીત અને તેમની ટીમે ડીસાના રીસાલા બજાર, જૂની પોલીસ લાઇન વિસ્તાર તેમજ બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તપાસ હાથ ધરી હતી. અને પાંચેક તેલ મિલોમાંથી રાયડા અને સોયાબીન તેલના સેમ્પલ ચકાસણી અર્થે લીધા હતા.
#CoronaUpdate / શું ગુજરાતમાં થી ઘટી રહ્યો છે કોરોનાનો કહેર..? છેલ્લા 24 કલ…
દિવાળીના તહેવારો સામે આવતા હોઇ ડીસામાં ખાદ્ય તેલમાં મોટા પાયે ભેળસેળ થતું હોવાની ફરિયાદોને પગલે જિલ્લા ફૂડ અધિકારી ડી. જી. ગામીત અને તેમની ટીમે રિસાલા બજારમાં આવેલી વિજય એન્ડ કમ્પની, જૂની પોલીસ લાઇન વિસ્તારમાં આવેલ સત્ય વિજય એન્ડ કમ્પની, બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝ, રામદેવ ઇન્ડસ્ટ્રીઝ અને સવાઈ માર્કેટિંગમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન રાયડા તેલ એન સોયાબીન તેલના સેમ્પલો પણ ચકાસણી અર્થે કબ્જે લીધા હતા અને લેબ પરીક્ષણ અર્થે મોકલવાની પણ કાર્યવાહી હાથ ધરી હતી.
Abdasa / મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ બા…
આ બાબતે જિલ્લા ફૂડ અધિકારી ડી. જી. ગામીતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું ડીસાના રિસાલા બજારમાં આવેલ વિજય એન્ડ કમ્પની , જૂની પોલીસ લાઇન વિસ્તારમાં આવેલ સત્ય વિજય એન્ડ કમ્પની તેમજ જીઆઈડીસી (બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા) માં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝ, રામદેવ ઇન્ડસ્ટ્રીઝ અને સવાઈ માર્કેટિંગ નામની તેલ મિલોમાંથી રાયડા અને સોયાબીન તેલના સેમ્પલો મેળવ્યા છે અને લેબ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી પણ હાથ ધરી છે ચકાસણી બાદ જો કોઈ સેમ્પલમાં ભેળસેળ માલુમ પડશે તો દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
Coronavirus: brekingnews : અનલોક 5 માટે જાહેર માર્ગદર્શિકા આ તારીખ સુધી લ…
