Not Set/ જુનાગઢ : નોજણવાવની સાબલી નદીએ લીધો ત્રણ યુવાનનો ભોગ

જુનાગઢમાં આવેલી નોજણવાવની સાબલી નદીમાં ત્રણ યુવાનો ન્હાવા ઉતર્યા હતા. જે દરમિયાન ડૂબવાથી તેઓનુ મોત નિપજ્યુ હતુ. આ ત્રણ યુવાનોમાં બે ભાઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્રણ યુવાનોનાં ડૂબવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી, જ્યાથી તે ત્રણેય યુવાનોનાં મૃતદેહને બહાર કાઠવામાં આવ્યા હતા. જુનાગઢમાં […]

Gujarat Others

જુનાગઢમાં આવેલી નોજણવાવની સાબલી નદીમાં ત્રણ યુવાનો ન્હાવા ઉતર્યા હતા. જે દરમિયાન ડૂબવાથી તેઓનુ મોત નિપજ્યુ હતુ. આ ત્રણ યુવાનોમાં બે ભાઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્રણ યુવાનોનાં ડૂબવાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી, જ્યાથી તે ત્રણેય યુવાનોનાં મૃતદેહને બહાર કાઠવામાં આવ્યા હતા.

જુનાગઢમાં ત્રણ યુવાનોનાં મોડી રાત સુધી ઘરે પાછા ન ફરતા તેમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પહેલા પરિવારજનોએ યુવાનોને ફોન પણ લગાવ્યો હતો પરંતુ તે ન લાગતા તેઓ ચિંતાતુર બન્યા હતા. પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંઘાવ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે બાદ પોલીસને નોજણવાવની સાબલી નદીમાં આ ત્રણ યુવાનોની લાશ મળી આવતા તેઓના પરિવારજનોને તેની જાણ કરવામા આવી હતી. પરિવારને આ વાતની જાણ થતા અચાનક તેમના પર આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિવારનાં સભ્યો હજુ પણ તે વાતનો વિશ્વાસ કરી શકતા નથી કે તેમના ઘરનો ચિરાગ હવે આ દુનિયામાં રહ્યો નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.