Not Set/ અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

અમદાવાદ સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે.

Top Stories Gujarat Others
korona 2 અમદાવાદ સહીત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

આવતીકાલે 12 જુલાઈ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સહીત રાજ્યના વિવિધ જીલ્લોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના શિવરંજની, ગોતા, ઇસ્કોન, પકવાન, મેઘાણીનગર, મેમકો, બાપુનગર, ખાડીયા, પાલડી, થલતેજ, અખબારનગર, કાલુપુર, સરસપુર, વાસણા,વેજલપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. તોસાથે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ સાથે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના  સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાત ના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. પોરબંદર જીલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આજે સવારેથી જ જીલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. કુતિયાણા તાલુકામાં દોઢ ઈંચ જેટલી વરસાદ નોંધાયો છે. તો બરડા પંથકમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કપડવંજ પંથકમાં મેઘરાજાનું આગમન થયુ છે. અસહ્ય ઉકળાટ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ છે. વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદ વરસતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

અમરેલી બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ વરસતા દિવસ દરમ્યાન ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે. બગસરા,મુંજયાસર,માણેકવાડા સહિતના ગામોમાં અષાઢી બીજ પહેલા વરસાદ પડતા આનંદનું વાતાવરણ છવાયું છે.

મોરબીમાં બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. બે દિવસના ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું છે. મોરબી, હળવદ, ટંકારા, માળિયાના ગામમાં વરસાદ  આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોરાજી, મહીસાગર, મહેસાણા, જેતપુર, જુનાગઢ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે.