Gujarat election 2022/ કોંગ્રેસના આ નેતા પણ નારાજ હોવાથી છોડશે પાર્ટી! એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ

ગુજરાતમાં કોંગ્રેસની રાજકિય પરિસ્થિતિ સારી નથી એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ છે, કોંગ્રેસમાં અનેક દિગ્ગજ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
4 9 કોંગ્રેસના આ નેતા પણ નારાજ હોવાથી છોડશે પાર્ટી! એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ

ગુજરાતમાં કોંગ્રેસની રાજકિય પરિસ્થિતિ સારી નથી એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ છે, કોંગ્રેસમાં અનેક દિગ્ગજ નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક નેતાઓ પાર્ટી છોડિ રહ્યા છે, એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે, હવે ચૂંટણી જંગને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે કોંગ્રેસ છોડીને નેતાઓ જઇ રહ્યા છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહન રાઠવાઅ પણ રાજીનામું આપ્યું છે હજુ તેઓ ગયેલ હજુ પાંચ કલાક પણ થયા નથી ત્યાં કોંગ્રેસના બીજા નેતા પણ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.

 તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરે તેવી સંભવાનાઓ છે. બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.

તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડે સમર્થકોની બેઠક યોજી હતી. જેમાં 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો રહ્યા હાજર રહ્યા. જેમાં કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવી ચર્ચાઑ ચાલી રહી છે.  ટૂંક સમયમાં ભાજપ માં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા છે. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી