મતગણતરી/ જામનગર મહાનગરનાં મહાજંગનો આજે થશે નિર્ણય, થોડા કલાકોમાં સ્થિતિ થશે સ્પષ્ટ

6 મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છેે, ત્યારે આજે તેના પરિણામ પર સૌની નજર છે. આજે જામનગરવાસીઓએ કોના તરફેણમાં મતદાન કર્યુ છે

Gujarat Others
અલ્પેશ 30 જામનગર મહાનગરનાં મહાજંગનો આજે થશે નિર્ણય, થોડા કલાકોમાં સ્થિતિ થશે સ્પષ્ટ

6 મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છેે, ત્યારે આજે તેના પરિણામ પર સૌની નજર છે. આજે જામનગરવાસીઓએ કોના તરફેણમાં મતદાન કર્યુ છે તેનુ પરિણામ આવતા થોડા કલાકોમાં સામે આવી જશે.

મતગણતરી / રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટેે મત ગણતરી શરૂ, બેલેટ પેપર બાદ થશે EVM થી મત ગણતરી

આપને જણાવી દઇએ કે,  જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો પર મતદાન થયું છે. 53.38 ટકા મતદાન સાથે જામનગર મોખરે રહ્યુ છે. કુલ 4.88 લાખ પૈકી 2.61 લાખ મતદારોએ મતદાન કર્યું છે. ભાજપના 64, કોંગ્રેસનાં 62 અને આપનાં 48 તેમજ બસપાનાં 22 , એનસીપીનાં 11 અને સપાનાં 2 સહિત 236 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો કલાકોમાં જ આવી જશે.

EVM machines / મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

અહી સૌ પ્રથમ 1720 બેલેટ પેપરની ગણતરી થશે. જણાવી દઇએ કે, 14 ટેબલ પર ચાર રાઉન્ડમાં તમામ વોર્ડની મત ગણતરી થશે. 1936 ઇવીએમમાં 236 ઉમેદવારોનું ભાવિ ટૂંક સમયમાં ખુલી જશે. ભાજપાએ 50 બેઠક જીતવાનો મુક્યો છે વિશ્વાસ, જેમાં સાત વોર્ડમાં પેનલ જીતવાના દાવા કરી રહી છે. જો કે પ્રથમ વખત આપની એન્ટ્રી થતા અહી ત્રી પાંખીયો જંગ ખેલાયો છે. જામનગરમાં મતગણતરી શરૂ થઇ ગઇ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ