Not Set/ માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10ની નવી અપડેટને કરી સસ્પેન્ડ, જણાવ્યું ડેટા ડીલીટ થવાનું કારણ

માઈક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 10નું લેટેસ્ટ વર્ઝન થોડા સમય પહેલાં જ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ કંપનીએ આ વર્ઝનને થોડાં સમય માટે મુલતવી રાખ્યું છે. આવું કરવા માટે કંપનીએ આ કારણ જણાવ્યું છે. કંપનીએ એમની સપોર્ટ સાઈટ પર જણાવ્યું છે કે, ‘અમે વિન્ડોઝ 10 ઓક્ટોબર 2018 અપડેટને રોકી દીધી છે બધાં યુઝર્સ માટે, કારણકે અમુક યુઝર્સે […]

Top Stories World Tech & Auto
mslogo માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10ની નવી અપડેટને કરી સસ્પેન્ડ, જણાવ્યું ડેટા ડીલીટ થવાનું કારણ

માઈક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 10નું લેટેસ્ટ વર્ઝન થોડા સમય પહેલાં જ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ કંપનીએ આ વર્ઝનને થોડાં સમય માટે મુલતવી રાખ્યું છે. આવું કરવા માટે કંપનીએ આ કારણ જણાવ્યું છે.

કંપનીએ એમની સપોર્ટ સાઈટ પર જણાવ્યું છે કે, ‘અમે વિન્ડોઝ 10 ઓક્ટોબર 2018 અપડેટને રોકી દીધી છે બધાં યુઝર્સ માટે, કારણકે અમુક યુઝર્સે એવું રીપોર્ટ કર્યું છે કે અપડેટ કર્યા બાદ એમની ઘણી ફાઈલ્સ મિસિંગ છે અને અમે એની તપાસ કરી રહ્યા છીએ.’

કંપનીએ થોડા સમય પહેલાં જ એક ઇવેન્ટમાં ડેસ્કટોપ/ લેપટોપના ઓપરેટીંગ સીસ્ટમનાં લેટેસ્ટ વર્ઝન વિષે વાત કરી હતી. પરંતુ જયારે ઓફિશ્યલી આ અપડેટની સૌને નોટીફીકેશન આપવામાં આવી ન હતી ત્યારે અમુક યુઝર્સ જેમણે OS રીફ્રેશ ડાઉનલોડ કર્યું હતું તેઓ પોતાનાં વિવિધ ડોક્યુમેન્ટ્સ, ફોટા વગેરે ડીલીટ થયા છે એ વિષે રીપોર્ટ કરવા લાગ્યા હતા.

કંપની આ બાબતે જીણવટપૂર્વક તપાસ કરી રહી છે કે આખરે શું થઇ રહ્યું છે અને આ ઇસ્યુ ક્યાં સુધી ફેલાયેલો છે. આ અપડેટ યુઝેર્સને આ અઠવાડિયાની શરૂઆતમાં અવેલેબલ કરવાની વાત હતી પરંતુ હવે એને ડીલે કરવામાં આવ્યું છે જ્યાં સુધી કંપની આ વાતનાં મૂળ સુધી નહી પહોચે. એટલે જો તમે આ નવી અપડેટને ઇન્સ્ટોલ કરવાનું વિચારતા હોવ તો બેસ્ટ રહેશે કે તમે રાહ જોવો.