Not Set/ ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું કરાયું હેલ્થ ચેકઅપ

અમદાવાદ, હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે. અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું સોલા સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા હેલ્થ […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
ahmedabad 17 ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું કરાયું હેલ્થ ચેકઅપ

અમદાવાદ,

હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે.

અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલનું સોલા સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા હેલ્થ ચેકઅપ કરાયું હતું. જોકે હાર્દિકનું બીપી નોર્મલ હતું. પરંતુ હાર્દિકને લીક્વીડ લેવાની સલાહ આપવામાં આવી હતી. આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિકનું નિયમ અનુસાર દિવસમાં બે વાર હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો. પ્રતિક પટેલ આજે બપોરના સમયે હાર્દિક પટેલના ચેકઅપ માટે આવ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું.

ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ પ્રમાણે ઉપવાસ ઉપર રહેલા હાર્દિક પટેલનું બે ટાઇમ મેડિકલ ચેકઅપ કરવાનું હોય છે. જેના ભાગરૂપે હું આવ્યો છું. તેમનું બીપી, સુગર લેવલ, પલ્સ બધું સામાન્ય છે. જોકે, તેમની સ્થિતિને જોતા એવું લાગે છે કે, સાંજ સુધીમાં તેમનું બીપી ઘટી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, લીંબુ સરબત પીવાની સલાહ પણ આપી છે.

રક્ષાબંધનના પર્વ નિમિતે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પાટીદારો બહેનોએ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારથી હાર્દિકના વૈષ્ણોદેવી પાસે ઘરે બહેનો પહોંચી હતી અને હાર્દિક પટેલને રાખડી બાંધી હતી. પરંતુ ઉપવાસ આંદોલનને લઈને હાર્દિકના ઘરે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.