Not Set/ સુરત / એમડી ડ્રગ્સ પ્રકરણમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, એક આરોપી છે B.Pharm  તો બીજો એન્જીનીયર

  સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ  એમડી ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઝડપાયેલા ત્રણ પૈકી પ્રજ્ઞેશ ઠુમ્મર બી ફાર્મા છે જ્યારે સંકેત એરોનોટિકલ એન્જીનીયર છે. જ્યારે અન્ય એક આરોપી મુંબઈ નો રહેવાસી છે  આ સાથે સમગ્ર એમડી કેસ પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ના ઉસ્માન સેખને વોન્ટેડ જાહેર […]

Gujarat Surat
d6d3adde0f7532b33298cdcc3827ac15 સુરત / એમડી ડ્રગ્સ પ્રકરણમાં વધુ 4 આરોપીઓની ધરપકડ, એક આરોપી છે B.Pharm  તો બીજો એન્જીનીયર
 

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ત્રણ અલગ-અલગ  એમડી ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઝડપાયેલા ત્રણ પૈકી પ્રજ્ઞેશ ઠુમ્મર બી ફાર્મા છે જ્યારે સંકેત એરોનોટિકલ એન્જીનીયર છે. જ્યારે અન્ય એક આરોપી મુંબઈ નો રહેવાસી છે  આ સાથે સમગ્ર એમડી કેસ પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ ના ઉસ્માન સેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડુમસ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સ નો જથ્થો પુણા ગામ માં આવેલ સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદી કર્યો હોવાની કબૂલાત કરતા પોલીસે છાપો મારી ડ્રગ્સ ના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યાં  તેની પાસેથી લાખોનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સંકેત અસલાલીયાએ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સ નો આ જથ્થો વેચાણ થી આપ્યો હતો.

જ્યાં આ ડ્રગ્સ સંકેત ક્યાંથી લાવ્યો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ચલાવવામાં આવી હતી.જ્યાં આરોપી સંકેત અસલાલીયા પોતાના નજીકના મિત્ર અને  બી ફાર્મા નો અભ્યાસ કરી ચૂકેલા ઈંજીનીયર પ્રજ્ઞેશ  ઠુમમર ની મદદથી કડોદરા  ખાતે  આવેલ એક મકાનની ફેકટરીમાં ડ્રગ્સ નો આ જથ્થો બનાવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. ફેકટરી પરથી એમડી ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત  રો – મટીરીયલ પણ પોલીસે અહીં છાપો મારી જપ્ત કર્યો હતો.

જ્યારે આરોપી પ્પ્રરગ્ગનેશ ણેશ ઠુમમાર ની પણ ધરપકડ કરવામાં આવી હતી.. એટલું જ નહીં ડુમસ વિસ્તારમાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સલમાન ને આ ડ્રગ્સનો  જથ્થો અપાવવામાં વાપીના મનોજ કુમાર શીતલપ્રસાદ ભગતની પણ ભૂંડી ભૂમિકા બહાર આવી હતી..જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજ રોજ વાપી ખાતેથી મનોજ શીતલપ્રસાદ નામના આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ સપ્તાહ અગાઉ વરાછા ના એ.કે.રોડ પરથી ફોર વ્હીલ કાર અને દોઢ લાખના એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા વિનય ઉર્ફે બંટી નામના શખ્સની પૂછપરછ દરમ્યાન મુંબઈ કનેક્શન બહાર આવ્યું હતું.

જ્યાં તેણે ડ્રગ્સ નો જથ્થો મુંબઇ ના રોહન ઝા નામના શખ્સ પાસેથી ખરીધો હોવાની કબૂલાત કરી હતી.જેને લઈ મુંબઈ ગયેલી ક્રાઇમ બ્રાંચની એક ટિમ રોહન ઝા ની ધરપકડ કરી સુરત લઈ આવી હતી.જ્યાં રોહન ઝા ની પૂછપરછ કરતા તેણે ડ્રગ્સ નો જથ્થો ઉસ્માન સેખ પાસેથી વિનય ઉર્ફે બંટી ને અપાવ્યો હતો.સમગ્ર એમડી ડ્રગ્સ કેસમાં હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓને ધરપકડ કરી મુંબઈ ના ઉષ્માન સેખને વોન્ટેડ જાહેર કર્યો છે.જ્યાં આગામી દિવસમાં નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.