કચ્છ/ કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું

શંકાસ્પદ વસ્તુઓ સાથે શીપ ચીનનું  હોવાનું જાણવા મળ્યું  હતું. ચીનના શાંઘાઇના આ શિપમાં ઘાતક પદાર્થ મળી આવ્યા હતા. અને આ શીપ શાંઘાઇથી પાકિસ્તાન ગયું હતું .

Gujarat Trending
b6 5 કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું
  • કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન
  • શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું
  • ચીનના શાંઘાઇના શિપમાં મળ્યો હતો ઘાતક પદાર્થ
  • શાંઘાઇથી પાકિસ્તાન ગયું હતું ચાઇનીઝ શિપ

મુંદ્રા બંદર છેલ્લા કેટલાક સમય થી ચર્ચામાં રહ્યું છે. રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ માટે ગુજરાતનો દરિયાકિનારો કુખ્યાત બનતો જઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાન થી નજીક એવા મુંદ્રા બંદરપર  ડ્રગ કાંડ બાદ પાકિસ્તાન અને તેના મિત્ર એવા ચીનની નાપાક ગતિવિધિઓ વધી ગઈ છે. ગત 19 નવેમ્બરના રોજ મુંદ્રા બંદરેથી DRI દ્વારા 7 કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી અને તેમાથી પરમાણુ હથિયાર બનાવવા માટે વપરાતો જથ્થા બંધ કાચો માલ હાથ લાગ્યો હતો.

જેને પગલે કેન્દ્ર સરકાર પણ હવે હરકતમાં આવી ગઈ છે. અને મુંદ્રા પોર્ટ પર આ કન્ટેનરની તપાસ માટે કેન્દ્રિય એટમિક એનર્જીની ટીમ મોકલવા આદેશ આપ્યા છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરના રોજ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા કસ્ટમ તેમજ DRI ને બાતમી મળી હતી કે પાકિસ્તાન થી શંકાસ્પદ કન્ટેનર 14 નવેમ્બરે નીકળ્યા છે. બાતમીના આધારે 18 તારીખે વહેલી સવારે સિલીંગ સમાઈલિંગ નામના જહાજ પર કસ્ટમ તેમજ DRI વિભાગે દરોડો પાડતા સાત ફયુઅલ કન્ટેનરની તપાસ કરતા તેમાં રેડિયો એક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કન્ટેનર પર વેપન ફોર માસ ડીસ્ટ્રક્સન લખેલું જોવા મળતા ખળભડાટ મચી ગ્યો હતો. વધુ તપાસ કરતા તેમાં આર્મ્સ એન્ડ એક્સપલોસિવ તેમજ હઝાર્ડસ કેમિકલ મળી આવ્યું હતું.

Adani acquires 100% of Krishnapatnam Port

આ શંકાસ્પદ વસ્તુઓ સાથે શીપ ચીનનું  હોવાનું જાણવા મળ્યું  હતું. ચીનના શાંઘાઇના આ શિપમાં ઘાતક પદાર્થ મળી આવ્યા હતા. અને આ શીપ શાંઘાઇથી પાકિસ્તાન ગયું હતું .

એક કન્ટેનર માં ચાર ટેન્ક મળી આવ્યા હતા. કુલ સાત કન્ટેનરમાં કુલ 28 ટેન્ક મળી આવ્યા હતા. જ્યારે જહાજના કેપ્ટન પાસેથી દસ્તાવેજો તપાસવામાં આવ્યા આ દસ્તાવેજમાં આ કન્ટેનરનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો ના હતો. એના પર થી સ્પષ્ટ થાય છે કે પરમાણુ હથિયાર માટેનો કાચો જથ્થો ચોરી છુપી ચાઇના દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો.

કરોડોનું ડ્રગ્સ

ઉલ્લેખનીય છે કે હાલમાં સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા અદાણી બંદરેથી DRIની ટીમે કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, અને ચેન્નઈની પેઢી દ્વારા અફઘાનિસ્તાનથી ટેલકમ પાવડરની આડમાં આ ડ્રગ્સ મંગાવાયું હતું. જે મુન્દ્રાથી દિલ્લી જવાનું હતું. જ્યા બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે આ હેરોઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 6 દિવસની તપાસ બાદ 3 હજાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ માલ અફઘાનિસ્તાનથી મંગાવાયો હતો. પણ ત્યાં પોર્ટ ન હોવાથી ઇરાનથી આ ડ્રગ્સ કચ્છમાં મુન્દ્રા બંદરે મોકલાયુ હતું અને ઝડપાઇ ગયું હતું. અત્યારસુધીના ઇતિહાસમાં DRIની આ સૌથી મોટી સફળ કામગીરી રહી છે.