Not Set/ તમારા કલેકશનમાં ઉમેરો આ ટ્રેન્ડી કપડા અને લુકને આપો હટકે અંદાજ

તમારા વોરડ્રોબને વિન્ટર કલેકશનથી સજાવવા માટે. આ વર્ષે તમે ઠંડીથી બચવા ગરમ કપડા પહેરીને પણ આકર્ષણનું કેન્દ્ર બની શકો છો

Lifestyle
1 16 5 તમારા કલેકશનમાં ઉમેરો આ ટ્રેન્ડી કપડા અને લુકને આપો હટકે અંદાજ

વાતાવરણમાં ફેરફાર થવાની સાથે શિયાળાની ઋતુનો પગરવ શરૂ થઈ ચુક્યો છે. વહેલી સવારની ગુલાબી ઠંડી શિયાળાના આગમનની છડી પોકારી રહી છે. આ જ સમય છે કે તમે પણ સજ્જ થઈ જાઓ તમારા વોરડ્રોબને વિન્ટર કલેકશનથી સજાવવા માટે. આ વર્ષે તમે ઠંડીથી બચવા ગરમ કપડા પહેરીને પણ આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.

2 7 3 તમારા કલેકશનમાં ઉમેરો આ ટ્રેન્ડી કપડા અને લુકને આપો હટકે અંદાજ

બ્રાઉન શેટનો ટ્રેન્ડ

આ વર્ષે બ્રાઉન શેડ ટ્રેંડમાં હશે. આ શેડના જંપ સૂટ અને જિપ કોટ પણ સ્ટાઈલમાં વધારો કરશે.

લેયરિંગથી મળશે નવો લુક

તમે કપડામાં લેયરિંગ કરીને પણ અલગ લુક મેળવી શકો છો. ટ્રેંચ કોટ સાથે સ્કાર્ફને લેયર કરી શકો છો. આ ઉપરાંત ડેનિમ જેકેટ સાથે ઉનના કોટને લેયર કરી શકો છો.

સ્વેટર

શિયાળાની મોસમ સ્વેટર વિના તો પસાર થશે નહીં. પરંતુ તમે આ વર્ષે બેલ્ટવાળા સ્વેટર પહેરી અને તમારા મોડર્ન લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો. આ પ્રકારના સ્વેટર તમે જીન્સ, સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે પહેરી શકો છો.

લેધર

લેધર જેકેટ એવરગ્રીન ફેશન છે. લેધર જેકેટ તમે જીન્સ, સ્કર્ટ સાથે પહેરી શકો છો. આ સીઝનમાં લેધરનો ક્રેઝ વધારે જોવા મળશે તેથી તમે પગથી માથા સુધી લેધરની વસ્તુઓ ખરીદી શકો છો.

એનિમલ પ્રિન્ટ

આ વર્ષે શિયાળાની સીઝનમાં એનિમલ પ્રિન્ટવાળા આઉટફિટ પણ ચલણમાં રહેશે. તેમાં પણ લેપર્ડ પ્રિન્ટ, બ્રાઉન સ્પોર્ટી પેટર્નવાળા ડ્રેસ સૌથી વધારે ચલણમાં હશે. લેપર્ડ પ્રિન્ટની મીડી સ્કર્ટ તમને સ્માર્ટ લુક આપી શકે છે.

પગોડા શોલ્ડર

આ વર્ષે પગોડા શોલ્ડર સ્ટાઈલ ફરીથી જોવા મળશે. આ સ્ટાઈલના સ્વેટર પણ તમે ખરીદી શકો છો.

3 3 3 તમારા કલેકશનમાં ઉમેરો આ ટ્રેન્ડી કપડા અને લુકને આપો હટકે અંદાજ

શિયાળામાં ફેશનેબલ કપડા પહેરવાની ઘેલછામાં કેટલાક લોકો ઠંડીથી ધ્રુજતા રહે છે પરંતુ ગરમ કપડા પહેરવાનું ટાળે છે. પરંતુ તમે જો ટ્રેંડી ગરમ કપડાની અગાઉથી જ ખરીદી કરી લેશો તો તમે ઠંડીથી પણ બચી જશો અને લોકો વચ્ચે તમારી ફેશન સ્ટાઈલ પણ ચર્ચામાં રહેશે.