Monsoon Tips/  જો તમે ચોમાસામાં ફિટ રહેવા માંગતા હોવ તો આ બાબતોનું ધ્યાન રાખો

ચોમાસું જેટલું સુંદર હોય છે તેટલું જ ભયજનક પણ બની શકે છે. કેમ કે આ સિઝનમાં ચેપી રોગો ફેલાવાનું જોખમ પણ વધારે રહે  છે. આ સિઝનમાં તમારે ખાવા-પીવાની બાબતમાં બેદરકાર ન રહેવું જોઈએ.

Health & Fitness Trending Lifestyle
Monsoon Tips

દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. જ્યાં એક તરફ ચોમાસામાં ગરમીથી રાહત મળે છે તો બીજી તરફ આ સિઝન ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ પોતાની સાથે લઈને આવે છે. આ ઋતુમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન દાખવવી અને સાવધાની રાખવી જરૂરી છે. વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહારનું ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.

ચોમાસામાં આ ટિપ્સ કરો ફોલો 

એક્સપર્ટની સલાહ છે કે આ ઋતુમાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. આમ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને કીટાણુઓ નાશ પામે છે. આ સિવાય રોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ પીવાથી હાનિકારક વાયરસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.

મીઠું ઓછું ખાઓ

ચોમાસામાં આપણે ભોજનમાં મીઠું ઓછું રાખવું જોઈએ અથવા સ્વાદ અનુસાર. મીઠું શરીરમાં સોડિયમની માત્રા વધારવાનું કામ કરે છે, જે ભવિષ્યમાં હાઈ બ્લડ પ્રેશરનું કારણ પણ બની શકે છે. હાઈપરટેન્શન, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને ડાયાબિટીસના દર્દીઓએ પણ ભોજનમાં તે મુજબ મીઠું લેવું જોઈએ.

સીઝનલ ફળોનું સેવન કરો

આ ઋતુમાં માત્ર સીઝનલ ફળોનું જ સેવન કરવું જોઈએ. તમે વરસાદની ઋતુમાં જાંબુ, પપૈયું, બોર, સફરજન, દાડમ, પીચ અને પિઅર જેવા ફળો ખાઈ શકો છો. આ ફળોમાંથી મળતું પોષણ શરીરને ચેપ, એલર્જી અને સામાન્ય રોગોથી દૂર રાખે છે.

પૂરતી ઉંઘ  લો

ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઈએ. આમાં તમારે કોળું, ડ્રાયફ્રૂટ્સ, વેજિટેબલ સૂપ, બીટરૂટ અને ટોફુ જેવી વસ્તુઓ ખાવી જોઈએ. આ સિવાય દરરોજ 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ.

સ્ટ્રીટ ફૂડ ટાળો

વરસાદની સિઝનમાં તમને સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય છે, પરંતુ જો તમને તમારું સ્વાસ્થ્ય પસંદ હોય તો તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સ્ટ્રીટ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ઘણી વખત રાખેલી કે તળેલી કે રોસ્ટ વસ્તુ ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે.

કાચો ખોરાક ખાવાનું ટાળો

તમારે ચોમાસામાં કાચો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આ સિઝનમાં મેટાબોલિઝમ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે છે. જેના કારણે ખોરાક મોડા પચે છે. વરસાદમાં બહારનું જ્યુસ અને સલાડ ખાવાનું ટાળો. લાંબા સમય પછી કાપેલા ફળો ન ખાવા.

આ પણ વાંચો:Money Plant Care Tips/ ઉનાળામાં પોટેડ મની પ્લાન્ટ ઝડપથી સુકાઈ જાય છે, જાણો તેને સાચવવા શું કરવું જોઈએ

આ પણ વાંચો:Beauty Care/વરસાદની ઋતુમાં ચહેરા પર આ 3 વસ્તુઓ લગાવો, તરત જ દેખાશે અસર

આ પણ વાંચો:Yoga For Fitness/ શરીરને ફિટ રાખવા માટે દરરોજ આ 4 યોગાસનો કરો

આ પણ વાંચો:Health Tips/વરસાદની મોસમમાં ભૂલથી પણ ન ખાઓ આ શાકભાજી, રહેશે ઈન્ફેક્શનનો ડર