Not Set/ આઝાદી બાદ પણ દેશમાં પુરુષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં જોવા મળી રહ્યો છે તફાવત, જુઓ આ આંકડા

અમદાવાદ, એક તરફ જ્યાં સરકાર દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ“ની વાતો કરવામાં આવે છે, આ અભિયાનની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ આપણા પુરુષપ્રધાન દેશમાં મહિલાઓનું સાક્ષરતા દર ૬૫.૪૬ ટકા છે, જ્યારે પુરુષોનો સાક્ષરતા દર ૮૧.૧૪ ટકા છે. આપણા દેશમાં જોવામાં આવે તો, પાંચ પુરુષો માંથી ૪ જ્યારે ૩ મહિલાઓમાથી ૨ મહિલાઓ […]

Ahmedabad Gujarat Trending
cc ryan lobo આઝાદી બાદ પણ દેશમાં પુરુષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં જોવા મળી રહ્યો છે તફાવત, જુઓ આ આંકડા

અમદાવાદ,

એક તરફ જ્યાં સરકાર દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ“ની વાતો કરવામાં આવે છે, આ અભિયાનની જાહેરાતો પાછળ કરોડોના ખર્ચો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ આપણા પુરુષપ્રધાન દેશમાં મહિલાઓનું સાક્ષરતા દર ૬૫.૪૬ ટકા છે, જ્યારે પુરુષોનો સાક્ષરતા દર ૮૧.૧૪ ટકા છે. આપણા દેશમાં જોવામાં આવે તો, પાંચ પુરુષો માંથી ૪ જ્યારે ૩ મહિલાઓમાથી ૨ મહિલાઓ સાક્ષરતા ધરાવે છે.

જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો, વર્ષ ૨૦૦૧ અને ૨૦૧૧માં કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ ૧૦.૧૭ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માનવામાં આવે તો ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં આ આંકડો ખુબ જ ચિંતાનો વિષય  છે.

1504787829students આઝાદી બાદ પણ દેશમાં પુરુષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં જોવા મળી રહ્યો છે તફાવત, જુઓ આ આંકડા
gujarat-independence literacy rates men and women country difference-numbers

પુરુષ – મહિલાઓ વચ્ચે જોવા મળ્યો ૧૬ ટકાનો તફાવત

વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં કુલ ૭૯.૩૧ સાક્ષરતા દર છે. જો વાત કરવામાં આવે દેશભરની તો પુરુષ અને મહિલાઓની સાક્ષરતા દરમાં ૧૬ ટકા જેટલો તફાવત જોવા મળી રહ્યો છે જે ખુબ જ ગંભીર કહી શકાય એક નજર કરીએ જુદા જુદા રાજ્યો પર..

  • વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ દેશમાં સાક્ષરતા દર :
રાજ્ય પુરુષ સાક્ષરતા દર મહિલા સાક્ષરતા દર તફાવત
ગુજરાત ૮૭.૨૩ ૭૦.૭૩ ૧૬.૫૦
દિલ્હી ૯૧.૦૩ ૮૦.૯૩ ૧૦.૧૦
મહારાષ્ટ્ર ૮૯.૯૨ ૭૫.૪૮ ૧૪.૩૨
કર્ણાટક ૮૨.૮૫ ૬૮.૧૩ ૧૪.૭૨
તમિલનાડુ ૮૬.૮૧ ૭૩.૮૬ ૧૨.૯૫
મઘ્યપ્રદેશ ૮૦.૫૩ ૬૦.૦૨ ૨૦.૫૧

ત્યારે જોવામાં આવે તો, દેશનું ગમે તે રાજ્ય હોય, પરંતુ આ પુરુષ પ્રધાન દેશમાં જમીની હકીકત એ જ છે કે, મહિલાઓની સાક્ષરતા દર પુરુષો કરતા ઓછી જોવા મળે છે.

ભારતભરમાં એક પણ એવું રાજ્ય નથી જ્યા મહિલાઓની સાક્ષરતા દર પુરુષ કરતા વધારે હોય. આ આંકડાઓ આપણા પુરુષપ્રધાન દેશની સ્થિતિ જણાવી જાય છે.

મહિલાઓમાં નિરક્ષરતાના કારણે બનતી હોય છે માનસિકતાનો ભોગ

દેશમાં બાળકીઓના શિક્ષણ પ્રત્યે નકારાત્મક પ્રતિભાવ હોવાથી, શૈક્ષણિક સ્તરે મહિલાઓ નબળી જોવા મળી રહી છે. દેશના છેવાડાના ગામોમાં રહેતી મહિલાઓને આજે પણ પુરુષ પ્રધાન માનસિકતાનો ભોગ બનવુ પડે છે.

આ ઉપરાંત નિરાક્ષરતાને કારણે ગામડામાં રહેતી મહિલાઓને આર્થિક અને સામાજિક શોષણનો શિકાર થતી હોય છે, તો સાથે જ છેવાડાના વિસ્તારોમાં મહિલા અધ્યાપકોનો અભાવ હોવાથી તેમજ બાળાને લગતા ઘણી સુરક્ષાના  અભાવને કારણે પણ બાળાઓને સ્કૂલે જતા રોકવામાં આવે  છે .