કરજણ – ડાંગ અને કપરાડા ત્રણમાંથી બે બેઠકો પર પક્ષાંતર એ મુખ્ય મુદો છે. દક્ષિણ ગુજરાતની જે ત્રણ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ રહી છે, તે કરજણ – કપરાડા અને ડાંગ એ ત્રણેય બેઠક પર ર૦૧૭માં ચૂંટાયેલા કોંગ્રેસી ઉમેદવારોના રાજીનામાનાં કારણે ચૂંટણી યોજાઈ રહી છે અને આ ત્રણ પૈકી બે બેઠકો પર પક્ષાતર ધારાસભ્યો ફરી લડી રહયા છે.
કરજણ – ડાંગ અને કપરાડાની આ ત્રણ બેઠકો પૈકી બદલાયેલા સીમાાંકન સાથે કરજણની બેઠક ૧૯૬ર થી અસ્તિત્વમાં છે. જયારે ડાંગની બેઠક તેનાથી ૧૦ વર્ષ મોડી એટલે કે ૧૯૭ર થી અસ્તિત્વમાં છે. તો કપરાડાની બેઠક તો ર૦૧ર માં રચાઈ છે એન તેના માટે અત્યાર સુઘી ફક્ત બે જ ચૂંટણીઓ યોજાઈ છે.
કરજણ બેઠક
પહેલા કરજણ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ૧૯૬ર થી ર૦૧૭ સુધીમાં ૯ વખત કોંગ્રેસ, ર વખત ભાજપ, ૧ વખત સ્વતંત્ર પક્ષ અને ૧૯૭ર, ૧૯૭પ, ૧૯૮૦, ૧૯૮પ, ૧૯૯પ, ૧૯૮૮, ર૦૦૭ અને ર૦૧૭ માં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. મોટાભાગે કોંગ્રેસ એકના એક ઉમેદવારને પ થી વધુ વખત મેદાનમાં ઉતાર્યા છે. કરજણની બેઠક પર ભાજપ ર૦૦ર અને ર૦૧પ તેમ બે વખત જીત્યું છે. ર૦૦રમાં કરજણમાંથી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયા જીત્યા હતા. જયારે ૧૯૬૭માં આ બેઠક પર સ્વતંત્ર પક્ષા જીત્યો હતો. તો ૧૯૯૦માં વીપી સિંહના વેવ સમયે આ બેઠક જનતા દળના ખોળામાં સરકી ગઈ હતી. ર૦૧૭માં આ બેઠક પર કોંગ્રેસના અક્ષય પટેલ જીત્યા હતા. અક્ષય પટેલે પક્ષ પલટો કરતા કોંગ્રેસનાં આ બેઠકનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને તેમના રાજીનામાંથી ખાલી પડેલી. આ બેઠક પર ભાજપનો ભગવો ખેસ ધારણ કરી અક્ષય પટેલ જ ફરી મેદાનમાં ઉતર્યા છે.
ડાંગ બેઠક
૧૯૭રમાં રચાયેલી ડાંગ બેઠક પર ૧૮૭ર, ૧૮૮૦, ૧૯૮પ, ૧૯૯પ, ૧૯૯૮ અને ર૦૦ર અને ર૦૧૭ની ચૂંટણી મળી સાત વખત આ બેઠક કોંગ્રેસ જીતી છે. તો ર૦૦ર અને ર૦૦૭માં આ બેઠક ભાજપ જીત્યું હતું. ૧૯૭પમાં સંસ્થા કોંગ્રેસ અને ૧૯૯૦માં જનતા દળના ઉમેદવાર પણ આ બેઠક પર જીત્યા હતા. આમ મુખ્યત્વે આદિવાસી મતવિસ્તાર ગણાતા ડાંગના મતદારોએ આ બઠક પર ચાર પક્ષ ને તક આપી છે, પણ સૌથી વધુ ૭ વખત આ બેઠક કોંગ્રેસે જીતી છે. અન્ય પક્ષોને માત્ર ૪ ખત જ વિજય મળ્યો છે. એટલા માટે તો આ બેઠકને નિષ્ણાંતો કોંગ્રેસનો ગઢ તો નહિ, પરંતુ કોંગ્રેસનાં મજબૂત પક્કડની બેઠક ગણે છે. આ વખતે આ બેઠક કોંગ્રેસના ઉમેદવારનાં રાજીનામાથી ખાલી પડી છે. રાજીનામુ આપનાર કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ભળી ગયા છે, પરંતુ તેમને ભાજપે ટિકિટ આપી નથી. કારણ કે તેમણે ઉમેદવારો જાહેર થઈ ગયા પછી ભાજપનો ખેસ પહેર્યો હતો. ડાંગમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ છે. મંગળભાઈ ગામિતના રાજીનામાથી આવેલી આ પેટાચૂંટણી ભાજપને કેવી ફળે છે, તે કહેવું અત્યારે સરળ નથી.
કપરાડા બેઠક
વલસાડ સંસદીય મત વિસ્તાર હેઠળ આવતી કપરાડા બેઠક છેક ર૦૧રમાં અસ્તિત્વમાં આવી હતી. અત્યાર સુધીમાં આ બેઠક પર માત્ર બે જ ચૂંટણી યોજાઈ છે. ર૦૧ર અને ર૦૧૭ માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચાૈધરી જીત્યા હતા. આ બેઠક પરથી ફરી જીતુભાઈ ચાૈધરી જ મેદાનમાં ઉતર્યા છે. જો કે ભાજપે આ વખતે તઓ ભાજપમાંથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે અને તેમને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આમ કોંગ્રેસી જીતુભાઈ હવે ભાજપની ટિકિટ પર લોક ચૂકાદો માંગવા માટે મેદાનમાં ઉતર્યા છે.
ભાજપનું આ ત્રણ બેઠકો પર સ્ટેન્ડ
કરજણ – ડાંગ અને કપરાડા બેઠકો ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી઼ આર઼ પાટીલ જયાંના વતની છે અને દક્ષિણ ગુજરાતના સંસદીય મત વિસ્તાર નવસારીમાંથી વિક્રમ સર્જક બહુમતિથી ચૂંટાયેલા સાંસદ છે તે જ વિસ્તારની બેઠક છે. માટે જ તેમના માટે સાૈરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતની બેઠક જીતવી જરૂરી તો છે જ પણ સાથે સાથે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ છે. પ્રદેશ પ્રમુખ માટે આ ત્રણેય બેઠક પ્રતિષ્ઠાસભર છે઼ એટલા માટે તો ભાજપે આ માટે પોતાની તમામ તાકાત કામે લગાડી છે઼
કોંગ્રેસનું આ ત્રણ બેઠકો પર સ્ટેન્ડ
સામે પક્ષે આ ત્રણેય બેઠક કોંગ્રેસ માટે પણ મહત્વની છે. કારણ કે, કરજણમાં ૯ વખત અને ડાંગમાં ૭ વખત જીત મેળવનાર કોંગ્રેસ આ વખતે પૂરી તાકાત સાથે આ પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતરી છે. ત્રણમાંથી બે બેઠક પર પક્ષાંતર મુખ્ય મુદો છે. બાકી સ્થાનિક મુદાઓ તો મહત્વ ધરાવે જ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની જેમ જ દક્ષિણ ગુજરાતનાં આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ર૦૧૭માં જીત્યા હતા. આ વખતે આ બેઠક જીતવામાં કોંગૈસને તેની જૂથબંધી થોડી નડી જરુર શકે છે. અને કોંગ્રેસની જૂથ બંધીની વાતની નોંધ તો આ તબકકે લેવીજ પડે. જો કે જૂથબંધી કોંગ્રેસને ૧૯૬ર થી લાગુ પડે જ છે.