price cut/ આનંદો ગુજરાત.! ભલે 3 મહિના માટે જ પણ સરકારે ઘટાડ્યા વીજળીનાં ભાવ…!!

ગુજરાત રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વીજળીનાં દર મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉર્જામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે વીજળીના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. જી હા, આમ તો ભાવ વીજળીમાં ભાવ ઘટાડાની જાહેર ગુજરાત માટે હરખાવાનો વિષય છે, જો કે આ ભાવ ઘટાડો માત્ર ત્રણ મહિના માટે કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા […]

Top Stories Gujarat
200693 આનંદો ગુજરાત.! ભલે 3 મહિના માટે જ પણ સરકારે ઘટાડ્યા વીજળીનાં ભાવ...!!

ગુજરાત રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વીજળીનાં દર મામલે મોટી જાહેરાત કરવામાં આવી છે. ઉર્જામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકારે વીજળીના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે. જી હા, આમ તો ભાવ વીજળીમાં ભાવ ઘટાડાની જાહેર ગુજરાત માટે હરખાવાનો વિષય છે, જો કે આ ભાવ ઘટાડો માત્ર ત્રણ મહિના માટે કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા પણ ગુજરાત સરકાર અને ઉર્જામંત્રી દ્વારા સાથે સાથે જ કરી દેવામાં આવી છે.   

સરકાર દ્વારા આગામી 3 મહિના માટે વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાની જાહેર કરવામાં આવી છે, જેનું અમલિકરણ પણ તતકાલ જ કરવામાં આવશે. સરકારે વીજળીના ભાવમાં ઘટાડો કર્યોને કારણે મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થશે. જો કે, આમ તો આ ભાવ ઘટાડાથી ગુજરાતનાં 1 કરોડ 40 લાખથી વધારે વીજ ગ્રાહકોને ફાયદો થશે.  

આપને જણાવી દઇએ કે, મોરબીમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા ભાવ ઘટાડા મામલે પોતાનાં નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે. ઉર્જામંત્રીઓ કહ્યું હતું કે, વીજળીનાં દરમાં 19 પૈસાનો ઘટાડો કર્યો છે અને હવે આગામી 3 મહિના માટે વીજળી દર 1.81 પૈસા પ્રતિ યુનિટ રહેશે. ભાવ ઘટાડો અમલી કરવા મામલે ઉર્જામંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોલસા અને ગેસના ભાવ ઘટ્યા હોવાનાં કારણે  ગુજરાત ની પ્રજાને વીજળીમાં દર ઘટાડાનો લાભ આપવામાં આવી રહ્યો છે. જો આ લાભની આંકડામાં આકરણી માંડવામાં આવે તો ત્રણ મહિનાનો 365 કરોડનો લાભ ગુજરાતનાં 1.40 કરોડ ગ્રાહકોને મળશે.  

ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનાં ઘટાડાનો લાભ ઓક્ટોબર, નવેમ્બર, ડીસેમ્બર એમ ત્રણ મહિના માટે મળશે. ત્રણ મહિના માટે આ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, અત્યારે પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2 રૂપિયા છે. પ્રતિ યુનિટ 19 પૈસાનાં ઘટાડા સાથે હવે આગામી ત્રણ મહિના સુધી 1.81 પૈસા ફ્યુઅલ સરચાર્જ વસૂલાશે. ભાવ ઘટાડાનો લાભ ઉદ્યોગો, ઘરવપરાશ સહિતના તમામ વીજ વપરાશકારોને મળશે.