Not Set/ રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન

પોર્ટુગલ ફૂટબોલ ટીમનાં કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનાં એક માત્ર રિએક્ટથી કોકા-કોલા કંપનીને જોરદાર ફટકો લાગ્યો છે.

Top Stories Sports
1 469 રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન

પોર્ટુગલ ફૂટબોલ ટીમનાં કેપ્ટન ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનાં એક માત્ર રિએક્ટથી કોકા-કોલા કંપનીને જોરદાર ફટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, રોનાલ્ડો યુરો 2020 ને લઈને હંગેરીનાં બુડાપેસ્ટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યો હતો. આ દરમ્યાન, તેણે સામે રાખેલી કોકા-કોલાની બે બોટલોને હટાવી દીધી અને એક બાજુ મૂકી દીધી. પછી તેણે પાણીની બોટલ ઉપાડી અને કહ્યું, “આને બદલે આ લો.”

1 468 રોનાલ્ડો બોલ્યો માત્ર બે શબ્દો અને Coca-Cola ને થયુ 29,000 કરોડનું નુકસાન

ચેતવણી / WTC ફાઇનલ પર મંડરાતો વરસાદનો ખતરો, ખિતાબ સરખા ભાગે વહેંચવાની આવી શકે છે નોબત

તેમના આ પગલા બાદ કોકા-કોલાનાં શેરનાં ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આને કારણે, કોકા-કોલાને 4 અબજ યુએસ ડોલર (લગભગ 293 અબજ રૂપિયા) નું નુકસાન થયું છે. આ ટૂર્નામેન્ટનાં પ્રાયોજકોમાં પણ કોકા-કોલા સામેલ છે. કોકા-કોલા શેરોની કિંમત રોનાલ્ડોએ આવું કર્યા પછી તુરંત જ 56.10 થી 1.6% ઘટીને 55.22 ડોલર થઈ ગઇ છે. આનાથી કોકા-કોલાનું બજાર મૂલ્ય 242 અબજ ડોલરથી ઘટીને 238 અબજ ડોલર થયું છે, જે 4 બિલિયન ઓછું છે. કોકા-કોલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દરેક વ્યક્તિ જુદા જુદા સ્વાદ અને જરૂરિયાતો સાથે, પોતાની પીણાની પસંદગીઓ માટે હકદાર છે.” યુરોનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓને પાણી તેમજ કોકા-કોલા અને કોકા-કોલા ઝીરો સુગર આપવામાં આવે છે.” 36 વર્ષીય રોનાલ્ડો સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ છે. તે પોતાના સ્વાસ્થ્ય વિશે પણ ખૂબ સજાગ રહે છે. રોનાલ્ડોએ આ પહેલા એકવાર કહી ચુક્યો છે કે જ્યારે તેનો પુત્ર સોફ્ટ ડ્રિંક્સ કે આવું કોઇ પીણું લે છે ત્યારે તેને ગમતું નથી. તેના શિસ્તબદ્ધ આહાર માટે જાણીતા પોર્ટુગીઝ સુપરસ્ટારે એકવાર કહ્યું હતું કે તે દિવસમાં છ વખત હળવું ભોજન ખાય છે જેમાં ફળો અને શાકભાજી સિવાય પ્રોટીનયુક્ત ખોરાક સામેલ છે. માછલી અને ઓઈલ વિનાનું ચિકન તેમા સામેલ છે. સવારનાં નાસ્તામાં તેની પાસે જ્યુસ હોય છે અને રાત્રિ ભોજન માટે ક્યારેક તે વાઇન લે છે.

https://twitter.com/ofkrdmn/status/1405322970202001409?s=20

ક્રિકેટ ન્યૂઝ / શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

તે અઠવાડિયામાં પાંચ દિવસ, ત્રણથી ચાર કલાક ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. આ સિવાય તે પોતાને શારીરિક રીતે ફીટ રાખવા માટે ઘણી કસરતો કરે છે. તેનુ જોર માનસિક તાકાત માટે આઠ કલાકની ઉંઘ પર છે. તે વિશ્વનાં સૌથી ફીટ માણસોમાં ગણાય છે. ગયા વર્ષે તેણે કહ્યું હતું કે તે નારાજ થઈ ગયો છે કે તેનો પુત્ર તેની જેમ ફિટનેસ પ્રત્યે સાવચેત નથી. તે સોફ્ટ ડ્રિંક્સ પીવે છે અને કર્કશ ચિપ્સ ખાય છે જે તેને પસંદ નથી. રોનાલ્ડોએ કહ્યું હતું કે ટ્રેડમિલ પર દોડ્યા પછી, હું વારંવાર મારા પુત્રને ઠંડા પાણીથી નહાવા કહું છું પરંતુ તે કહે છે, ડેડી ખૂબ જ ઠંડુ છે. પણ ચલો અત્યારે તો તે માત્ર દસ વર્ષનો છે. સમજી જશે.