Earthquake/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 7.7ની નોંધાઇ

દિલ્હી, NCR સહિત લગભગ સમગ્ર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા

Top Stories India
Delhi NCR Earthquake

દિલ્હી-NCRમાં ભુકંપના આંચકા
રિક્ટર સ્કેલ પર 7.7ની તિવ્રતા નોંધાઇ
લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્રબિદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું
ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ
નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો
લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ
પંજાબ, ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકા
લોકો ભૂકંપ અનુભવતા ઘરમાંથી નિકળ્યા બહાર

Delhi NCR Earthquake: દિલ્હી, NCR સહિત લગભગ સમગ્ર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા.દિલ્હી NCRમાં હમણાં જ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા ખૂબ જ તીવ્રતાવાળા હતા. ભૂકંપના આંચકા અનુભવતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર આવી ગયા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી જશે. સવારે લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 

 

 

ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ભયાનક આંચકા ત્યારે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો રાત્રિભોજન પછી સૂવાની અથવા આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ અનુભવ્યું. હાલ લોકો ગભરાટમાં છે.

આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે તેઓએ લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Political/વિભાજન પછી બાકી રહેલું ભારત માત્ર હિન્દુ રાષ્ટ્ર છે: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય