Not Set/ LIC લિસ્ટિંગના એક વર્ષ સુધી FPO નહીં લાવે : કારણ છે સમજવા જેવું

સરકારે LIC આઈપીઓની સાઇઝ ઘટાડી દીધી છે. તેને 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. જેનો અર્થ થાય કે સરકાર હવે એલઆઈસીમાં તેની 3.5 ટકા હિસ્સેદારી…

Top Stories Business
LIC

સરકાર 12 મી સુધીમાં LIC નો આઈપીઓ લાવવા ઈચ્છે છે. તેનું એ છે કે આ તારીખ પછી જો સરકાર LIC નો આઈપીઓ લાવે તો સરકારને ફરીથી સેબીને રેડ હેરિગ પ્રોસેક્ટસ (DRHP)ફાઇલ કરવાનું રહેશે. સરકાર લિસ્ટિંગના એક વર્ષ સુધી ફોલો ઓન પબ્લિક ઓફર (એફપીઓ) લાવવાણા કોઈ વિચારમાં નથી. તેના માટે તેમણે સેબી પાસેથી મંજૂરી માંગી છે.

એક હિન્દી ન્યૂઝવેબસાઇટણા આધારે સરકારે અનિવાર્ય પાંચ ટકા લિસ્ટિંગ ફ્લોટના નિયમથી છૂટ માટે સેબીને વિંનતી કરી છે. સરકારે LIC આઈપીઓની સાઇઝ ઘટાડી દીધી છે. તેને 5 ટકાથી ઘટાડીને 3.5 ટકા કર્યો છે. જેનો અર્થ થાય કે સરકાર હવે એલઆઈસીમાં તેની 3.5 ટકા હિસ્સેદારી વેચશે.

હવે ઇસ્યુ બાદ ઓફર પ્રાઇઝ ઉપર કેલ્ક્યુલેશનથી કંપનીની કેપિટલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે તો તેના માટે તેને 5000 કરોડ રૂપિયાથી વધુના અથવા પાંચ ટકા હિસ્સેદારીના બરાબર શેર ઇસ્યુ કરવા જરૂરી છે. જો આ કેલ્ક્યુલેશનથી મોટી કંપનીની ઓફરની સાઇઝ આ મર્યાદાથી ઓછી રહે તો તેને તે માટે સેબી પાસેથી મંજૂરી લેવી પડશે.

પાંચ ટકાના નિયમનો અર્થ એ છેકે ઇશ્યૂ 350000  કરોડ રૂપિયા હશે. જેનાથી માર્કેટનો રીસપોન્સ ઓછો રહી શકે છે. એક સમાચાર એજન્સીએ કહ્યું હતું કે સરકાર એલઆઈસીના આઈપીઓનું કદ 40 ટકા ઘટાડીને 500000, 600000 માંથી 30000 કરોડ રૂપિયા કરી શકે છે.

સામાન્ય રીતે કંપનીઓના ફ્લોટ છ મહિના બાદ એફપીઓ લાવવાની મંજૂરી આપે છે. એલઆઈસીએ 13 ફેબ્રુઆરીએ આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. આ ડ્રાફ્ટ અનુસાર એલઆઈસી 12 મી સુધી ઇસ્યુ રજૂ કરી શકે છે. જો તે આ તારીખ સુધીમાં ઇસ્યુ રજૂ નહી કરે તો તેને ફરીથી ડ્રાફ્ટ પેપર જમા કરાવવા પડશે.

પહેલા સરકાર માર્ચમાં એલઆઈસીના આઈપીઓ હેઠળ 31.6 કરોડ શેર વેચવા ઈચ્છતી હતી. પરંતુ યુક્રેન ક્રાઇસીસના કારણે તે ટાળવામાં આવ્યું હતું. આ ઇસ્યુમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા, પોલિસીહોલર્ડર્સ માટે 10 ટકા અને એલઆઈસીણા કર્મચારીઓ માટે 5 ટકાનો હિસ્સો રિઝર્વ હશે.

આ પણ વાંચો : સેનાની સાયબર સુરક્ષામાં ભંગ! ઘણા અધિકારીઓ શંકાના દાયરામાં

ગુજરાતનું ગૌરવ