Not Set/ રાહુલ ગાંધીએ નેપાળમાં “નોનવેજ” આરોગ્યું છે”! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય

નવી દિલ્હી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શુક્રવારથી  રાહુલ ગાંધી પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળ્યા છે. કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની હશે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે, પરંતુ આ પહેલા જ રાહુલ ગાંધી વધુ એકવાર વિવાદોમાં સપડાયા છે. કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ૩૧ ઓગષ્ટના રોજ નેપાળ પહોચ્યા હતા […]

Top Stories India Trending
2837 rahul gandhi chat રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય

નવી દિલ્હી,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શુક્રવારથી  રાહુલ ગાંધી પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળ્યા છે. કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની હશે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે, પરંતુ આ પહેલા જ રાહુલ ગાંધી વધુ એકવાર વિવાદોમાં સપડાયા છે.

1200px Kailash north રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય
national-rahul-gandhi-kailash-mansarovar-yatra-eat-non-veg-food-nepal-kathmandu-restaurant-dispute

કૈલાસ માનસરોવરની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ૩૧ ઓગષ્ટના રોજ નેપાળ પહોચ્યા હતા અને ત્યારથી જ તેઓ વિવાદમાં સપડાયા છે.

રાહુલ ગાંધીએ આરોગી નોનવેજ દિશ

નેપાળના મીડિયાના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ નેપાળમાં એક રેસ્ટોરન્ટની ફેમસ નોનવેજ દિશ આરોગી હતી, જેમાં તેઓએ ચિકન મોમો, ચિકન કુરકુરે અંબે બંડેલની દિશ ઓર્ડર કરી હતી.

ત્યારથી વિવાદ સામે આવ્યો છે કે પવિત્ર યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધીને નોનવેજ ખાઈને હિંદુઓની ભાવના દુભાવી છે.

મળતી માહિતી મુજબ, નેપાળ પહોચીને રાહુલ ગાંધીને કાઠમાંડુંના આનંદ ભવન સ્થિત વુંટું ફૂડ બુટિક રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું. જો કે ત્યારબાદ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના નોનવેજ ખાવા અંગે ઘણા મેસેજ વાઈરલ થઇ રહ્યા હતા અને વિવાદ સામે આવી રહ્યો હતો.

રેસ્ટોરન્ટ દ્વારા ફોટો શેર કરીને કરાઈ સ્પષ્ટતા

rah3 090418122411 રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય
national-rahul-gandhi-kailash-mansarovar-yatra-eat-non-veg-food-nepal-kathmandu-restaurant-dispute

આ વિવાદ સામે આવ્યા બાદ, રેસ્ટોરન્ટ દ્વારા પોતાના ફેસબુક પેજ પર રાહુલ ગાંધીનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ રેસ્ટોરન્ટમાં ફેમસ વેજ થાળી ઓર્ડર કરી હતી.

9 555 090418121955 રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય
national-rahul-gandhi-kailash-mansarovar-yatra-eat-non-veg-food-nepal-kathmandu-restaurant-dispute

રેસ્ટોરન્ટના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ આચરી આલું અને સાદું વેજ જમવાનું આરોગ્યું હતું, જેમાં ક્રિસ્પી કોર્ન શામેલ હતું.

જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ મેસેજ વિવાદ વધુ વકર્યો હતો. નેપાળના રેસ્ટોરન્ટના એક કર્મચારી દ્વારા એક ભારતીય મીડિયા ચેનલને જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીએ નોનવેજ દિશ આરોગી હતી, જેમાં તેઓએ ચિકન મોમો, ચિકન કુરકુરે અંબે બંડેલની દિશ ઓર્ડર કરી હતી.

ભાજપે સાધ્યું નિશાન

બીજી બાજુ ભાજપ દ્વારા આ મામલે નિશાન સાધતા રાહુલ ગાંધી પર ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે, જયારે કોંગ્રેસ દ્વારા આ અફવા જણાવવામાં આવી રહી છે.

કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્યો હતો આ નિર્ણય

rahul gandhi malabagilu kurudumale temple 2 રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય
national-rahul-gandhi-kailash-mansarovar-yatra-eat-non-veg-food-nepal-kathmandu-restaurant-dispute

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાના વિમાનમાં આવેલી ટેકનિકલ ખરાબી બાદ કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પહેલા ૨૯ એપ્રિલના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત જનઆકોશ રેલીમાં રાહુલ ગાંધીએ આ ઘોષણા કરી હતી. પોતાને શિવભક્ત બતાવતા તેઓએ કહ્યું હતું કે, કર્ણાટક જવા દરમિયાન તેઓનું પ્લેન અચાનક જ ૮ હજાર ફૂટ નીચે ગયું હતું. હું અંદરથી હલી ગયો હતો અને લાગ્યું હતુ કે હવે ગાડી ગઈ, ત્યારે જ મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષનું પ્લેન ક્રેશ થવાથી માત્ર ૨૦ સેકન્ડ જ રહ્યું હતું દૂર

rahul gandhi plane 1524851459 રાહુલ ગાંધીએ નેપાળમાં "નોનવેજ" આરોગ્યું છે"! જાણો, વાઈરલ થયેલા મેસેજનું શું છે સત્ય
national-rahul-gandhi-kailash-mansarovar-yatra-eat-non-veg-food-nepal-kathmandu-restaurant-dispute

હકીકતમાં રાહુલ ગાંધી દ્વારા જે ઘટના અંગે જણાવવામાં આવ્યું છે તે, કર્ણાટકની ચૂંટણી દરમિયાન તેઓ ૨૬ એપ્રિલે સુપર લક્ઝરી ૧૦ સિટર દસોલ્ટ ફાલ્કન 2000 વિમાનથી દિલ્હીથી હુબલી જઈ રહ્યા હતા. આ ઘટનાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ અંદરથી હલી ગયા હતા.જો કે આ દરમિયાન તેઓનું ચાર્ટડ પ્લેન ક્રેશ થવાથી માત્ર ૨૦ સેકન્ડ જ દૂર રહ્યું હતું.