Not Set/ અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા

અમદાવાદ, આપણા ભારત દેશની ગણના એક ધાર્મિક દેશ તરીકે થાય છે. જેમાં અનેક ધર્મોના લોકો વસવાટ કરે છે અને લોકો જીવન દરમિયાન પોતાના ધર્મ મુજબની પરંપરા અનુસરતા હોય છે. પરંતુ આ વચ્ચે તમને ખબર પડે કે, આપના ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું સંચાલન કરતા કોર્પોરેશનમાં આ જ પ્રકારની કોઈ પરંપરા છે, જે છેલ્લા બે […]

Ahmedabad Top Stories Gujarat Trending
92248 istock 849380730 અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા

અમદાવાદ,

આપણા ભારત દેશની ગણના એક ધાર્મિક દેશ તરીકે થાય છે. જેમાં અનેક ધર્મોના લોકો વસવાટ કરે છે અને લોકો જીવન દરમિયાન પોતાના ધર્મ મુજબની પરંપરા અનુસરતા હોય છે.

પરંતુ આ વચ્ચે તમને ખબર પડે કે, આપના ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું સંચાલન કરતા કોર્પોરેશનમાં આ જ પ્રકારની કોઈ પરંપરા છે, જે છેલ્લા બે દાયકાથી ચાલતી આવી છે.

એક તબક્કે આ વાત અર્થવિહીન લાગી શકે છે, પરંતુ આ એક કડવું સત્ય છે.

અમદાવાદ શહેરના મેયરોએ સાચવી બે દાયકાની પરંપરા

હકીકતમાં, આપના લોકતાંત્રિક દેશમાં લોકો ચુંટાયેલા આ જનપ્રતિનિધિઓ દ્વારા લોકોનું જતન કરવાનું કામ હોય છે. આ દરમિયાન પોતાના કાર્યકાળમાં તેઓ ફોરેન યાત્રા પર પણ જતા હોય છે, પરંતુ દેશની જોવા મળતી ધાર્મિક પરંપરા મુજબ અમદાવાદ શહેરના મેયરો માટે ફોરેન જવાની એક પરંપરા બની ગઈ હોય તે જોવા મળી રહ્યું છે.

America 2015 અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા
gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition

છેલ્લા બે દાયકાની વાત કરવામાં આવે તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નિયમ મુજબ દર અઢી વર્ષે મેયર બદલાય છે, ત્યારબાદ મેયર બનો તો જાણે અમેરિકામાં આંટો મારવો એ નક્કી જ થઇ ગયું છે.

બિજલ પટેલ પણ જશે અમેરિકાની મુલાકાતે

DfoKTXsUEAAqtHv અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા
gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition

હાલમાં જ મેયર બનેલા મેયર બનેલા બિજલ પટેલ પણ આગામી ૧૨ સપ્ટેમ્બરથી અમેરિકાની મુલાકાતે જવાના છે. તેઓ અમેરિકાના સન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી ઇન્ડિયા ક્લાઈમેટ એક્શન વિષય પર સ્પીકર તરીકે હાજરી આપશે.

અમદાવાદના મેયરોની અમેરિકાની મુલાકાત અંગે વાત કરવામાં આવે તો, નામ માત્ર કોઈ જ મેયર હોઈ જેઓ બે દાયકામાં અમેરિકાની મુલાકાતે ન ગયા હોય.

વર્ષ ૨૦૦૧માં શરુ થઈ આ પરંપરા

AMCમાં આ પરંપરા ૨૦૦૧થી ૨૦૦૫ના સમયગાળા દરમિયાન મેયર અનિશાબેગ મિરઝા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા જયંતિલાલ પરમારની USA મુલાકાત સાથે શરુ થઇ હતી.

26810034 અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા
gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition

જો કે ત્યારબાદ અંદાજે મોટાભાગના મેયરો પોતાનું પદ સંભાળ્યા બાદ અમેરિકાનો આંટો મારી આવે છે. જેમાં તેઓ કોન્ફરન્સ, સ્ટડી ટુર તેમજ વિવિધ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જતા હોય છે. અ જ પ્રકારે છેલ્લા ૨૦ વર્ષમાં શહેરના હોદ્દેદારો ૧૦૦થી વધુ વિદેશ પ્રવાસ કરી ચુક્યા છે.

આ મેયરો જઈ ચુક્યા છે અમેરિકા

8694764015 c99b82ddd0 b અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા
gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition

વર્ષ ૨૦૦૧ બાદ પછીના મેયરોએ કરેલી અમેરિકાની મુલાકાતમાં પૂર્વ મેયર અમિત શાહ, કાનાજી ઠાકોર, આસિત વોરા, મિનાક્ષીબેન પટેલ, ગૌતમ શાહ સહિતના મેયરો અમેરિકાની વિદેશ યાત્રા કરી આવ્યા છે.

B0wtZlPr અમદાવાદ શહેરના મેયર બનો એટલે અમેરિકાની ટિકિટ પાકી જ, વાંચો શું છે ખાસ પરંપરા
gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition

આ મેયરોમાં સૌથી વધુ વિદેશ યાત્રા કરવામાં આસિત વોરા અને કાનાજી ઠાકોરનો સમાવેશ થાય છે.

શું આ જનતાના રૂપિયાનો સદઉપયોગ કે દુરપયોગ ?

બીજી બાજુ આ પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે, શહેરના હોદ્દેદારો જયારે કોઈ ફોરેન દેશની મુલાકાતે જાય છે ત્યારે શહેરની સામાન્ય જનતા દ્વારા ભરવામાં આવેલા ટેક્સના નાણાથી તેઓ જતા હોય છે.

ત્યારે શહેરવાસીઓને આશા હોય છે કે જે પણ હોદ્દેદારો વિદેશી દેશની મુલાકાતે જઈને જે કાર્યક્રમોમાં હાજરી આપે છે તેનાથી આપના શહેરને કઈક ફાયદો થવો જોઈએ,

પરંતુ જયારે આ મુલાકાતનું અર્થઘટન કરવામાં આવતું હોય છે તો સપાટી પર આવતું પરિણામ નામ માત્ર હોય છે. ત્યારે માનવું જોઈએ કે, શહેરીજનોના રૂપિયાથી જે કામ થવું જોઈએ, પરંતુ ન થાય તો શું માનવું જોઈએ કે, તેઓ જનતાના પૈસાનો દુરપયોગ કરી રહ્યા છે.