Not Set/ સુરત/ ગૃહકંકાસથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, 4 મહિલા પહેલા કર્યા હતા લગ્ન

સુરતના નાનપુરા વિસ્તારમાં એક યુવતીએ ફાંસોખાઇ આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ યુવતીએ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ગૃહકંકાસ, તેમજ વારંવાર થતા ઝઘડાથી કંટાળીને યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા નાવડી […]

Gujarat Surat
528b08b1698e0cecfe380bce674c1ef4 સુરત/ ગૃહકંકાસથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત, 4 મહિલા પહેલા કર્યા હતા લગ્ન

સુરતના નાનપુરા વિસ્તારમાં એક યુવતીએ ફાંસોખાઇ આપઘાત કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ યુવતીએ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ગૃહકંકાસ, તેમજ વારંવાર થતા ઝઘડાથી કંટાળીને યુવતીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના નાનપુરાવિસ્તારમાં આવેલા નાવડી ઓવરાની સામે યજ્ઞ પુરૂષ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ધીરજ કાળીદાસ બાબરીયાની પુત્રી ધારાએ ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના વિસ્તરમાં રહેતા યુવક પાર્થ યોગેશ વૈદ્ય સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કરનાર ધારા અને તેની માતા મંજુલાબેન વચ્ચે બોલચાલ ન હતી. પરંતુ ધારા સમયાંતરે તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતી હતી.

આ દરમિયાન ધારાએ તેના માતા-પિતાને નાવડી ઓવારે મળવા બોલાવ્યા હતા. જયાં માતા-પિતાને જોઇ રડી પડનાર ધારાએ પાર્થ કંઇ નોકરી કરતો નથી અને ઝઘડા કરે છે તથા સાસુ-સસરા પણ પાર્થને મદદ કરે છે. પાર્થના રોજબરોજના ઝઘડાથી કંટાળી ધારા પરત ઘરે આવી ગઇ હતી. પુત્રીના લગ્નજીવનમાં ભંગાણ પડતા તણાવમાં આવી માતા મંજુલાએ પણ આપધાતનો પ્રયાસ કર્યો હતો.

જેથી આઘાતમાં સરી પડેલી ધારાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, લગ્નના ચાર માસમાં યુવતીના આ પગલાંને કારણે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ મામલે તપાસ શરુ કર હતી. 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.