Not Set/ સુરતમાં વધુ એક પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં ભભૂકી આગ

સુરત સુરતના પ્રિન્ટીંગની દુકાનમાં ભભૂકી આગ હતી. પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. ત્યારે સદભાગ્યે આગમાં કોઈ જાનહાની થઇ નથી. આગની જાણ થતાં ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી ગઇ હતી. ત્યારે શોર્ટસર્કિટને આગ લાગી હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આગને કારણે […]

Surat Trending
mantavya 4 સુરતમાં વધુ એક પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં ભભૂકી આગ

સુરત

સુરતના પ્રિન્ટીંગની દુકાનમાં ભભૂકી આગ હતી. પ્રિન્ટિંગ મશીન સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો. ત્યારે સદભાગ્યે આગમાં કોઈ જાનહાની થઇ નથી.

mantavya 5 સુરતમાં વધુ એક પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં ભભૂકી આગ

આગની જાણ થતાં ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી ગઇ હતી. ત્યારે શોર્ટસર્કિટને આગ લાગી હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આગને કારણે દુકાનનો માલ બળી જતા ભારે નુકશાન થયુ હતુ.

mantavya 6 સુરતમાં વધુ એક પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં ભભૂકી આગ

પ્રિન્ટિંગની દુકાન હોવાના કારણે ત્યાં જ્વલનશીલ પદાર્થ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને જેના કારણે આગ વધુને વધુ વધતી જતી હતી. આ પછી ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.

mantavya 7 સુરતમાં વધુ એક પ્રિન્ટીંગ પ્રેસની દુકાનમાં ભભૂકી આગ

હાલમાં આગ લગવા માટે દુકાનમાં શોટસર્કિટ થયું હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ દુકાનમાં પ્રિન્ટિંગનું કામ ચાલતું હોવાથી પુષ્કળ પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ વધુ ફેલાય હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે હાલ કોઇને પણ ઇજાગ્રસ્ત થવાની વાત સામે આવી નથી.