Not Set/ કોરોનાના કેસમાં વધારો થતાં આ રાજયે રાત્રિમાં કર્ફ્યૂ લગાવવાની કરી જાહેરાત…

કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના સંક્રમણના- 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.સરકારે વેક્સિનેશન અભિયાન પર ફોકસ કર્યું છે

Top Stories
coronakeeeeeraklla કોરોનાના કેસમાં વધારો થતાં આ રાજયે રાત્રિમાં કર્ફ્યૂ લગાવવાની કરી જાહેરાત...

ભારતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે પરતું બે રાજ્યોમાં હજીપણ કોરોના સક્રીય છે કોરોનાની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કેરલ સરકારે રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે.મુખ્યમંત્રી પિનારાઇ વિજયને શનિવારે નવો આદેશ જાહેર કરીને જણાવ્યું, ‘રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કારણ વિના ઘરમાંથી બહાર નીકળવા પર પાબંધી રહેશે. આ આદેશ સોમવારથી લાગૂ થઇ જશે.રાજ્યના સીએમ પિનરાઇ વિજયને જણાવ્યું હતું કે કોરોના મહામારી સારવાર માટે આખા રાજ્યમાં ટેસ્ટિંગ ઝડપી કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યા છે. શનિવારે પણ 1,67,497 લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 31,265 લોકોના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે.153 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.

કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. તેમાંથી મોટાભાગના કેસ કેરલ અને મહારાષ્ટ્રમાંથી હતા. તેનાથી કેન્દ્ર સરકાર ચિંતિત હતી અને કોઇપણ પ્રકારથી આ મામલે કંટ્રોલ કરવા માંગતી હતી. એટલા માટે કેન્દ્રએ બંને રાજ્યોના સીએમને પત્ર લખીને નાઇટ કરર્ફ્યૂ લગાવવા પર વિચાર કરવા માટે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્થિતિ ભયાવહ છે કેરળમાં ,કેરળમાં નવા કોરોના સંક્રમમના કેસો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે તેના લીધે રાજ્યા મુખ્યમંત્રીએ નવી ગાઇડલાઇન બહાર પાડી છે અને કડક નિયમો લાદી દીધા છે.અને રાત્રિ કફર્યુ અમલી કરી દેવામાં આવ્યું છે.