Crime/ કુરિયરનાં કર્મચારી પાસેથી 1.77 કરોડની લૂંટ, ગુનો ઉકેલાતા પોલીસે ઉઠાવ્યા 3 શખ્સોને

ગણતરીની કલાકોમાં જ અમદાવાદનાં મેધાણીનગરમાં 1.78 કરોડની લૂંટનાં મામલમાં મેધાણીનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.  

Ahmedabad Gujarat
diamond759 કુરિયરનાં કર્મચારી પાસેથી 1.77 કરોડની લૂંટ, ગુનો ઉકેલાતા પોલીસે ઉઠાવ્યા 3 શખ્સોને
  • કુરિયર કંપનીના માણસો પર 3 શખ્સોએ કર્યો હુમલો
  • 1.78 કરોડના સોનાના દાગીનાની લૂંટ મચાવી ફરાર
  • અમદાવાદ અને રાજકોટના હતા પાર્સલ
  • મેધાણીનગર પોલીસે ઉઠાવ્યા 3 આરોપીઓને

31મી ડિસેમ્બરની વહેલી સવારે ત્રણ વાગ્યે કુરિયર કંપનીના માણસો પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. હુમલાખોરોએ એરપોર્ટથી કાર્ગો તરફ આવતા બે લોકોને ઢોર માર મારી 1.78 કરોડના સોનાના દાગીના ભરેલા પાર્સલોની લૂંટ મચાવી ફરાર થઇ ગયા. આ મામલે આરોપીઓને પકડવા પોલિસે તપાસ હાથ ધરી. અને ગણતરીની કલાકોમાં જ અમદાવાદનાં મેધાણીનગરમાં 1.78 કરોડની લૂંટનાં મામલમાં મેધાણીનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

– શહેર પોલીસ માટે વર્ષ 2020ના અંતનો સમય ભારે રહ્યો
– રામોલમાં ફાયરિંગ વિથ મર્ડર અને એલિસબ્રિજ માં પથ્થરમારો થતા પોલીસ દોડતી થઈ
– બીજીતરફ મેઘાણી નગરમાં થઈ 1.78 કરોડની લૂંટ
– તમામ બનાવો ને લઈને પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ

મૂળ વાત એમ છે કે, અમદાવાદ શહેર પોલીસ માટે વર્ષ 2020 નો અંતિમ દિવસ તણાવ ભર્યો રહ્યો હતો. રામોલમાં ફાયરિંગ કરી એકની હત્યા નિપજાવવામાં આવી ત્યાં એલિસબ્રિજના ભુદરપુરા માં પથ્થર મારો થયો હતો. ત્યાં બુધવારે રાત્રે ત્રણ વાગ્યે મેઘાણીનગર માં એર કાર્ગો પાસે ત્રણેક લોકોએ બે લોકોને ઢોર માર મારી 1.78 કરોડના પાર્સલ લૂંટી લીધા હતા.

મૂળ રાજસ્થાનના અને હાલ સરદાર નગરમાં રહે છે વિદ્યાધર શર્મા. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી જય માતાજી લોજીસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપની ધરાવી વેપાર કરે છે. તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેમની રાજકોટ વાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરી એરકાર્ગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલો મોકલવાના હોય છે. તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે.

ગત બુધવારે રાત્રે અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો. આ પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા. ત્યારે કાર્ગો ગેટ થી થોડે જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધર ભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટ કરનાર બાઇક લઈને એર કાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા.

લૂંટાયેલા એક પાર્સલમાં 34 લાખના દાગીના હતા જ્યારે અન્ય બેગમાં 9 અને સાતેક પાર્સલ હતા. આમ કુલ 1.78 કરોડના દાગીના ના પાર્સલ ત્રણેક શખશો લૂંટી જતા આ મામલે મેઘાણી નગર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ લૂંટને અંજામ આપનાર બહારના કોઈ માણસો કે ગેંગ નથી પણ આસપાસના સ્થાનિક લોકો જ હોઈ શકે છે. અને તે દિશામાં હવે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

સુત્રોનું માનીએ તો આ લૂંટ થતા જ પોલીસ માટે કોઈ કડી નહોતી. બીજીતરફ ભોગ બનાર એ લૂંટારુઓને જોયા પણ ન હતા. પણ પોલીસ પાસે આ લૂંટને અંજામ આપનાર ની બાતમી મળી ગઈ છે અને તે બાબતે હાલ તપાસ શરૂ કરી ટુક સમયમાં આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

જુઓ આ વીડિયો અહેવાલ પણ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…