Gujarat/ હાર્દિકે ધારણ કર્યો ભગવો ખેસ, સોશિયલ મીડિયામાં મૂક્યા ફોટો

હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ અને ટેલિગ્રામમાં પોતાનું ડીપી બદલ્યું છે. અને કેસરિયા ખેસ સાથે પોતાનો નવો ફોટો અપલોડ કર્યો છે

Top Stories Gujarat
Untitled 22 હાર્દિકે ધારણ કર્યો ભગવો ખેસ, સોશિયલ મીડિયામાં મૂક્યા ફોટો

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણમ વૈશાખી વંટોળ ફૂંકાઈ રહ્યા છે.ત્યારે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને તેમના નિવેદનો અને  રાજકીય તાપમાનમાં વધારો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સેમીથી કોંગ્રેસથી નારાજ ચાલતા હાર્દિક પટેલ અવાર નવાર ભાજપ પક્ષી તેમનો ઝુકાવ દર્શાવી રહ્યા છે. તો ભાજપના કેટલાક નેતાઓએ તેમને આવકાર્ય પણ હતા. તો કેટલાકે કચરો પણ ગણાવ્યો હતો.

જો કે આજે ફરી એક વાર નારાજ નેતા હાર્દિક પટેલે રાજકીય તાપમાન વધાર્યું છે. અને કોંગ્રેસની ચિંતામાં વધારો કરી મૂક્યો છે. હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ અને ટેલિગ્રામમાં પોતાનું ડીપી બદલ્યું છે. અને કેસરિયા ખેસ સાથે પોતાનો નવો ફોટો અપલોડ કર્યો છે. અગાઉ હાર્દિક પટેલે પોતાને રામભક્ત ગણાવ્યો હતો. તો સાથે પીએમ મોદીના ટ્વિટ ને પણ તેઓ રીટ્વિટ કરી ચૂક્યા છે.

hardik patel photo હાર્દિકે ધારણ કર્યો ભગવો ખેસ, સોશિયલ મીડિયામાં મૂક્યા ફોટો

 

હાર્દિક પટેલની વર્તણૂક ઉપરથી લાગી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કરી શકે છે. તો વળી વોટ્સએપ પર પોસ્ટ કરાયેલા તેના નવા ફોટાને લઈને અટકળોએ જોર પકડ્યું છે. વોટ્સએપના નવા ડીપી (ડિસ્પ્લે પિક્ચર)માં હાર્દિક પટેલ કેસરી ખેસ પહેરેલો જોવા મળે છે. હાર્દિક પટેલે વોટ્સએપ અને ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે.

હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણી વખત તેણે ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જાણે નવા વરની નસબંધી થઈ ગઈ હોય. અહીં તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી. જો કે હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની નારાજગી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ રાજ્યના નેતૃત્વ સાથે છે.

હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ પોતાને રામભક્ત ગણાવ્યા હતા. પોતાને રામ ભક્ત ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. હાર્દિક પટેલે તેના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવદ ગીતાનું વિતરણ કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે અમે હિન્દુ ધર્મના છીએ અને અમને હિન્દુ હોવાનો ખૂબ જ ગર્વ છે.

રાજકીય /  નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઈ કેમ વિલંબ કરી રહ્યા છે ?

રાજકીય /  આખરે હાર્દિક પટેલને વાંધો શું છે કોંગ્રેસ સાથે ?

રાજકીય /  કોંગ્રેસને પડી શકે છે વધુ એક ફટકો, પીઢ કોંગ્રેસી ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં