આણંદ,
બોરસદમાં 18 નવેમ્બરના રોજ સ્મશાન ભૂમિમાં દેવી-દેવતાઓની મૂર્તિને તોડી નાંખવા મામલે સ્થાનિકો રોષે ભરાયા હતાં. સ્મશાનભૂમિમાં અજાણ્યા ઈસમો દ્વારા દેવી દેવતાઓની મૂર્તિને ખંડિત કરાતા પ્રજામાં રોષ વ્યાપી ગયો છે.
મૂર્તિ ખંડિત કરનારાઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિશાળ રેલી યોજી હતી.
પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં હતાં અને ખંડિત મૂર્તિ મામલે બોરસદ બંધનું એલાાન પણ આપ્યું છે.