Not Set/ પશ્ચિમ બંગાળનું નામ બદલીને કરાશે “બાંગ્લા”, વિધાનસભામાં સર્વ સમંતિથી પાસ થયું બીલ

કોલકાતા, પૂર્વ ભારતના મહત્વના રાજ્ય પશ્ચિમ બંગાળના નવા નામકરણ માટેના પ્રસ્તાવને વિધાનસભામાં સર્વ સમંતિ થી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ હવે પશ્ચિમ બંગાળનું નામ બદલીને “બાંગ્લા” રાખવા માટે રજૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં આ બીલ પહેલેથી જ પાસ થઇ ચુક્યું છે, પરંતુ હવે ગૃહ મંત્રાલય આ નામ […]

Top Stories India Trending
dc Cover s075jiir4g37mj33qlvaboje92 20180726133314.Medi પશ્ચિમ બંગાળનું નામ બદલીને કરાશે "બાંગ્લા", વિધાનસભામાં સર્વ સમંતિથી પાસ થયું બીલ

કોલકાતા,

પૂર્વ ભારતના મહત્વના રાજ્ય પશ્ચિમ બંગાળના નવા નામકરણ માટેના પ્રસ્તાવને વિધાનસભામાં સર્વ સમંતિ થી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયા બાદ હવે પશ્ચિમ બંગાળનું નામ બદલીને “બાંગ્લા” રાખવા માટે રજૂઆત કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં આ બીલ પહેલેથી જ પાસ થઇ ચુક્યું છે, પરંતુ હવે ગૃહ મંત્રાલય આ નામ પર મહોર લગાવ્યા બાદ આ નવું નામ અમલમાં આવશે.

પશ્ચિમ બંગાળનું નામ બદલવા અંગે ઘણી ચર્ચાઓ ચાલતી હતી. આ અગાઉ રાજ્ય સરકારે પશ્ચિમ બંગાળને અંગ્રેજીમાં બંગાળ અને બંગાળીમાં બંગ્લા કરવાની વિચારણા કરી હતી, જે કેન્દ્ર સરકારે ફગાવી દીધી હતી.

આ પહેલા જયારે રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસની સરકાર સત્તા પર હતી ત્યારે રાજ્યનું નામ બદલીને પશ્ચિમ બંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યારબાદ બંગાળ નામ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ નામનેપણ કેન્દ્ર સરકાર તરફથી મંજુરી મળી ન હતી.

રાજ્યનું નામ બદલવા માટેનું આ કારણ છે જવાબદાર

પશ્ચિમ બંગાળ રાજ્યનું નામ બદલવાનું કારણ એ છે કે, કક્કાવારી ક્રમ મુજબ આ રાજ્યનું નામ સ્થાન સૌથી છેલ્લા આવે છે. જેથી જયારે બધા રાજ્યોની સરકારની બેઠક હોય છે એમાં આ રાજ્યની સરકારનો વારો અંતમાં આવે છે. આ કારણે પોતાનો પક્ષ રાખવા માટે સમય ઓછો મળે છે અથવા તો મળતો જ નથી.