Not Set/ Mantavya News Bell @07:00 am – 02/11/2019નાં મુખ્ય સમાચાર

ગુજરાત ભાજપની દિવાળી પછી આજે મળશે પહેલી બેઠક.બેઠકમાં પ્રદેશના અન્ય નેતા સહિત સીએમ, ડે.સીએમ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહેશે હાજર પ્રદૂષણને લઈને દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જાહેર, સ્કૂલ – કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી ગીર સોમનાથ પંથકમાં વરસાદ, કોડીનારમાં ભારે વરસાદ. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલડી. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી. ભારે વરસાદનાં કારણે મગફળી […]

Top Stories Gujarat Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 Mantavya News Bell @07:00 am – 02/11/2019નાં મુખ્ય સમાચાર
  • ગુજરાત ભાજપની દિવાળી પછી આજે મળશે પહેલી બેઠક.બેઠકમાં પ્રદેશના અન્ય નેતા સહિત સીએમ, ડે.સીએમ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહેશે હાજર
  • પ્રદૂષણને લઈને દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જાહેર, સ્કૂલ – કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી
  • ગીર સોમનાથ પંથકમાં વરસાદ, કોડીનારમાં ભારે વરસાદ. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલડી. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી. ભારે વરસાદનાં કારણે મગફળી પલડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો.
  • મહા વાવાઝોડાની અસરનાં કારણે ગીર સોમનાથનાં ઉના, કોડીનારમાં ભારે વરસાદ. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ.  વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ. અચાનક ભારે પવન અને વરસાદથી વ્યાપક નુકસાન.
  • સુરતના કામરેજમાં કમોસમી વરસાદ. વહેલી સવાર થી કામરેજ તાલુકામાં વરસાદ. કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું.  જગતના તાતની ચિંતામાં વધારો થયો. 
  • ‘મહા’’ વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વ્યાપક અસરની ભીતિ. અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ. ઉના,સરોવાડા, કાડિયાની, બલાનામા ભારે વરસાદ. સ્થાનિક લોકો પરેશાન. માછીમારોને દરિયો  ન ખેડવા સુચના. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી. 
  • વડાપ્રધાન મોદી આજથી બેંગકોકના પ્રવાસે. બે દિવસીય બેંગકોક પ્રવાસ અનેક રીતે મહત્વ પૂર્ણ. આસિયાન સહિત શિખર સંમેલનમાં PM મોદી આપશે હાજરી
  • દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક. હેકર્સ દ્વારા વેબસાઈટ કરાઇ હેક. હેકર્સે મેસેજમાં લખ્યું પાકિસ્તાન ઝીંદાબાદ
  • આજે કારતક માસની શુક્લપક્ષની છઠ્ઠ. આજે છઠ્ઠ પૂજાનું અનેરૂ મહત્વ. સૂર્યાપાસનનો અનેરો ઉત્સવ. ઉગતા સૂરજ અને આથમતા સૂરજ બંનેની થશે વિશેષ પૂજા.
  • અમરેલીઃ રાજુલા-જાફરાબાદ કોસ્ટેલ બેલ્ટમાં ભારે પવન. પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો. સરોવડા,કડીયાળી, બલાણા સહિતના વિતારોમાં વરસાદ. કડીયાળીમાં નવરંગ માંડવાનો મંડપ  ઉડતા અફરા-તફરી. પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ. 
  • જાફરાબાદ બંદર,શિયાલબેટ બંદર પર દરિયો તોફાની. પીપાવાવ સહિતના વિસ્તારોમાં દરિયો તોફાની. વાવાઝોડાની અસર જોવા મળી. 
  • દીવમા વાતાવરણમા પલટો. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. પવન સાથે ભારે વરસાદથી મુસાફરો અને સહેલાણીઓની મુશ્કેલી વધી. 6,7,8ના રોજ વાવાઝોડાની હવામાન વિભાગે કરી છે આગાહી. 
  • અમરેલી: જાફરાબાદની કોસ્ટલ પટ્ટી વિસ્તારમાં પવન. પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો. વાવાઝોડાની અસર જાફરાબાદ વિસ્તારમાં વર્તાઈ. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ
  • છોટા ઉદેપુર:બોડેલીમાં નર્મદાની મુખ્ય કેનાલ  નજીક અકસ્માત. ક્રુઝર ગાડીની છત પર બેઠેલા બે શ્રમજીવીના મોત. કેનાલના રસ્તા પર મુકેલ એંગલ વાગતા બેના મોત. મ.પ્રદેશના પીપરાણીથી ગોંડલ મજુરીએ જતા હતા મજુરો. દિવાળી કરવા આવેલા મજુરો પરત જતા સર્જાયો અકસ્માત.
  • કમલેશ તિવારી હત્યાકાંડમાં વધુ એક ધરપકડ. કાનપુરથી આરોપી યુસુફ ખાનની ધરપકડ. યૂપી અને ગુજરાત ATSએ યુસુફની ધરપકડ કરી. સુરતમાં હત્યાના આરોપીઓને આપી હતી પિસ્ટલ. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રહેતો હતો યુસુફ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.