ધરપકડ/ બંગાળમાં નેપાળના રસ્તે ઘૂસેલા બે સંદિગ્ધ ચીની નાગરિકો ઝડપાયા

પશ્ચિમ બંગાળના સિલિગુરી નજીકના બગડોગરા એરપોર્ટથી કોઈ દસ્તાવેજો વિના મુસાફરી કરવા બદલ બે ચીની નાગરિકોની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખ નવ જંગ અને કઈ લેંગ્સ તરીકે થઈ છે.

Top Stories India
chini arrested બંગાળમાં નેપાળના રસ્તે ઘૂસેલા બે સંદિગ્ધ ચીની નાગરિકો ઝડપાયા

પશ્ચિમ બંગાળના સિલિગુરી નજીકના બગડોગરા એરપોર્ટથી કોઈ દસ્તાવેજો વિના મુસાફરી કરવા બદલ બે ચીની નાગરિકોની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખ નવ જંગ અને કઈ લેંગ્સ તરીકે થઈ છે. તેઓએ જણાવ્યું કે બંને આંધ્રપ્રદેશના તિરૂપતિ જઈ રહ્યા હતા.

Two Chinese men held for entering IGI Airport on fake ticket । फर्जी टिकट  के साथ आईजीआई हवाईअड्डे में घुसे दो चीनी नागरिक गिरफ्तार - India TV Hindi  News

અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની શંકાસ્પદ પ્રવૃત્તિ પર કેન્દ્રીય સુરક્ષા બળ (સીઆઈએસએફ) ના જવાનોએ તેમને એરપોર્ટ પર અટકાયતમાં લીધા હતા અને બાદમાં પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા વ્યક્તિમાંથી એક પાસે પાસપોર્ટ છે, પરંતુ વિઝા નથી, જ્યારે અન્ય વ્યક્તિ માન્ય દસ્તાવેજો રજૂ કરી શક્યો નથી.

2 Chinese Nationals arrested bagdogra west bengal | बंगाल में पकड़े गए 2 चीनी  नागरिक, नेपाल के रास्ते घुसे थे भारत - India TV Hindi News

તેમણે કહ્યું કે બંને સોમવારે નેપાળથી ભારત આવ્યા હતા અને બગડોગરાની એક હોટલમાં એક રાત ગાળ્યા બાદ સવારે એરપોર્ટ પર પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમની પાસેથી બે આધારકાર્ડ મળી આવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશનું સરનામું લખેલું છે. તેમણે માહિતી આપી કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…