Not Set/ 1947માં આજના દિવસે બની હતી આવી ઘટનાઓ…. અહીં જાણો

દેશના ઇતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખાયેલી છે. આ એ જ દિવસ હતો જયારે દેશનું વિભાજન થયું. અને 14 ઓગસ્ટ 1947ના પાકિસ્તાન તથા 15 ઓગસ્ટ 1947ના ભારતને અલગ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યા હતા. આ વિભાજનમાં ફક્ત ભારત ઉપ-મહાદ્વીપના બે ટુકડા નહોતા થયા, પરંતુ બંગાળ નું પણ વિભાજન કરવામાં આવ્યું. અને બંગાળ ના પૂર્વ ભાગને ભારત થી […]

Top Stories India
mountbattencoacharrive copy2lowres1 1947માં આજના દિવસે બની હતી આવી ઘટનાઓ.... અહીં જાણો

દેશના ઇતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખાયેલી છે. આ એ જ દિવસ હતો જયારે દેશનું વિભાજન થયું. અને 14 ઓગસ્ટ 1947ના પાકિસ્તાન તથા 15 ઓગસ્ટ 1947ના ભારતને અલગ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યા હતા. આ વિભાજનમાં ફક્ત ભારત ઉપ-મહાદ્વીપના બે ટુકડા નહોતા થયા, પરંતુ બંગાળ નું પણ વિભાજન કરવામાં આવ્યું. અને બંગાળ ના પૂર્વ ભાગને ભારત થી અલગ કરી પૂર્વ પાકિસ્તાન બનાવી દેવામાં આવ્યું હતું. જે 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યું.

cover 5 1947માં આજના દિવસે બની હતી આવી ઘટનાઓ.... અહીં જાણો

કહેવા માટે તો આ એક દેશનું વિભાજન હતું. પરંતુ હકીકતમાં દિલ નું, પરિવાર નું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું.

FL09MEETING e1534247319264 1947માં આજના દિવસે બની હતી આવી ઘટનાઓ.... અહીં જાણો

ઇતિહાસમાં 14 ઓગસ્ટે દર્જ અન્ય પ્રમુખ ઘટનાઓ :

1862 : બોમ્બે ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના।

1908 : ઇંગ્લેન્ડના ફોકેસ્ટોનમાં પહેલી સૌંદર્ય પ્રતિયોગિતાનું આયોજન.

1917 : ચીને જર્મની અને ઓસ્ટ્રિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી.

1924 : પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કુલદીપ નૈયરનો જન્મ.

1938 : બીબીસીની પહેલી ફીચર ફિલ્મ(સ્ટુડન્ટ ઓફ પ્રાગ) ટેલિવિઝન પર પ્રસારિત થઇ.

1947 : ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બન્યું.

1968 : મોરારજી દેસાઈ પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન નિશાન-એ-પાકિસ્તાનથી સમ્માનિત.

1971 : બહેરિનને 110 વર્ષ બાદ બ્રિટિશ શાસનથી આઝાદી મળી.

1975 : પાકિસ્તાની સેનાએ રાષ્ટ્રપતિ મુજિબ ઉર-રહેમાનનો તખ્તપલટ કર્યો.

2003 : પૂર્વ અમેરિકા અને કેનેડામાં લાંબા સમય સુધી વીજળી પુરવઠો ઠપ્પ. જેની અસર ન્યુયોર્ક અને ઓટ્ટાવા જેવા મોટા શહેરો પર પણ પડી હતી.

2006 : સંયુક્ત રાષ્ટ્રની પહેલ પાર ઇસરાયેલ અને દક્ષિણ લેબેનોનમાં પાંચ અઠવાડિયાથી ચાલુ સંઘર્ષ રોકાયો.

2006 : ઇરાકના કહતાનિયામાં બોમ્બમારામાં 400 લોકો માર્યા ગયા.

2013 : ઇજિપ્તમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપમાં 638 લોકો માર્યા ગયા હતા.