big decision/ SC નો મોટો નિર્ણય, દેશનાં દરેક પોલીસ સ્ટેશન પર લાગશે CCTV કેમેરા

દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની મહત્વપૂર્ણ સૂચના આપી છે. કોર્ટે કહ્યું કે, સીબીઆઈ, એનઆઈએ, ઇડી, એનસીડબ્લ્યુ, ડીઆરઆઈ અને એસએફઆઈઓ (સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ) સહિત દેશનાં તમામ પોલીસ સ્ટેશનોએ ઓડિઓ રેકોર્ડિંગવાળા સીસીટીવી કેમેરાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેમેરા પોલીસ સ્ટેશનનાં પ્રવેશદ્વાર પર લગાવવા જોઈએ […]

Top Stories India
Diwali 8 SC નો મોટો નિર્ણય, દેશનાં દરેક પોલીસ સ્ટેશન પર લાગશે CCTV કેમેરા

દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની મહત્વપૂર્ણ સૂચના આપી છે. કોર્ટે કહ્યું કે, સીબીઆઈ, એનઆઈએ, ઇડી, એનસીડબ્લ્યુ, ડીઆરઆઈ અને એસએફઆઈઓ (સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ) સહિત દેશનાં તમામ પોલીસ સ્ટેશનોએ ઓડિઓ રેકોર્ડિંગવાળા સીસીટીવી કેમેરાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેમેરા પોલીસ સ્ટેશનનાં પ્રવેશદ્વાર પર લગાવવા જોઈએ અને બહાર નીકળો ત્યા, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટરનાં રૂમ, પોલીસ સ્ટેશનની બહાર, વોશરૂમની બહાર હોવા જોઇએ. આ રેકોર્ડિંગ્સ 18 મહિના રાખવા પડશે.

કોર્ટે તમામ રાજ્યોને 6 અઠવાડિયામાં આદેશનું પાલન કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, આ સૂચનાઓ આર્ટિકલ 21 હેઠળનાં મૂળભૂત અધિકાર હેઠળ છે. સુપ્રીમ કોર્ટે કસ્ટડીમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2018 માં આ આદેશ આપ્યો હતો. આ કેસમાં, 16 સપ્ટેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની સ્થિતિ અંગે માહિતી માંગી હતી. કોર્ટે તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને 24 નવેમ્બર સુધી આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રાજ્યને સીસીટીવી કેમેરા લગાવવાની સમયમર્યાદા સાથે છ અઠવાડિયાની અંદર રાજ્ય એક્શન પ્લાન ફાઇલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યોએ સીસીટીવી સિસ્ટમ માટે નાણાં ફાળવવા જોઈએ. સીસીટીવીનાં કામ, રેકોર્ડિંગ અને જાળવણી માટે દરેક પોલીસ સ્ટેશનનાં એસએચઓ જવાબદાર રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લામાં માનવાધિકાર અદાલતોની સ્થાપનાનાં આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે કસ્ટડીમાં ત્રાસ આપવાની કોઈપણ ફરિયાદો આ અદાલતો દ્વારા સાંભળવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…