Gujarat : ગઈકાલ સાંજથી લોકસભા ચૂંટણી માટેના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ત્યારબાદ ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. છેલ્લી ઘડીએ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.
રવિવારે ઉમેદવારોએ રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારોએ રોડ પર શક્તિ પ્રદર્શન કર્યું હતું. રેલી યોજી હતી. જેમાં મોટાભાગના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા. લોકોને મત આપવા અપીલ કરાઈ હતી. સાંજે 6 વાગ્યે ચૂંટણી પ્રચાર શમ્યા બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયે છે. ઉમેદવારો પાસે 48 કલાક જ બાકી રહ્યા છે.
મતદાન શરૂ થાય તે પહેલા એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવી રહ્યું છે. ઉમેદવારો ફ્લેટ, સોસાયટીના ચેરમેન, સામાજીક આગેવાનોની ડિમાન્ડ પણ વધી છે. હાલ મુખ્યમંત્રી થી લઈને ભાજપ પ્રદેશ પ્રમુખના રેકોર્ડેડ કોલ્સ થકી સંપર્ક કરવામાં આવ્યો છે તેમજ મતદારોને મત આપવા અપીલ પણ કરી છે.
આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!
આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ
આ પણ વાંચો:રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે