Gandhinagar/ CMની રાજકોટને મોટી ભેટ, મળશે નવું બસ મથક

CMની રાજકોટને મોટી ભેટ, મળશે નવું બસ મથક

Top Stories Gujarat Rajkot
corona 14 CMની રાજકોટને મોટી ભેટ, મળશે નવું બસ મથક

ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટને મુખ્યમંત્રી તરફથી મોટી ભેટ આપવામાં આવી રહી છે. ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપની દ્વારા રાજકોટ ખાતે એક નવા બસ મથક બનાવવાનો નિર્ણય આજની કેબીનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટમાં આધુનિક નવું બસસ્ટેશન જામનગર રોડ ઉપર માધાપર પાસે બનશે.માધાપર ચોકડી પાસે એક રૂપિયાના ટોકન ભાવે જમીન ફાળવવા કેબિનેટમાં નિર્ણય લેવાયો છે. જુના બસ મથક ઢેબર રોડ ઉપર આવેલું છે. જ્યાં જગ્યાનો અભાવ છે. અને રોજ મોઈ માત્રામાં બસોની આવન જાવન રહે છે. આ બસ મથક ખાતે ટ્રાફિક ભારણ ઘટાડવા આ નિર્ણય લેવાયો છે. 6800 ચો. મી. જગ્યા ઉપર આ બસ મથક બનાવવામાં આવશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…