ઉના/ ઊના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં દિવાળી સુધી ચાલે એટલું પાણી

હાલની પરિસ્થિતી મુજબ ૨૦૨૨ના અંત સુધીમાં ડેમમાં આશરે ૯૨ ટકા થી વધુ પાણીનો જથ્થો છે. જેથી પીવાના પાણી માટે ચોમાસુ મોડુ થાય તો પણ આ તાલુકાને પાણીની સમસ્યા ઉભી નહી થાય.

Top Stories Gujarat Others
Untitled 14 34 ઊના ગીરગઢડાની જીવાદોરી સમાન રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં દિવાળી સુધી ચાલે એટલું પાણી

ઊના ગીરગઢડા તાલુકાની જીવાદોરી સમાન રાવલ ડેમ તેમજ મચ્છુન્દ્રી બન્ને ડેમમાં પાણીનો પુરતો જથ્થો છે. અને લોકોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઇ યોજના હેઠળ રવિ –ઉનાળુ ખરીફ પાક માટે સિંચાઇનું પાણી કેનાલ દ્વારા આપવામાં આવે છે. તેમજ દિવ સુધી પીવાનું પાણી આ ડેમ પુરૂ પાડે છે.

ત્યારે હાલની પરિસ્થિતી મુજબ ૨૦૨૨ના અંત સુધીમાં ડેમમાં આશરે ૯૨ ટકા થી વધુ પાણીનો જથ્થો છે. જેથી પીવાના પાણી માટે ચોમાસુ મોડુ થાય તો પણ આ તાલુકાને પાણીની સમસ્યા ઉભી નહી થાય. તોકતે વાવાઝોડામાં પણ પોતાની આગવી સુજબુજ તેમજ સિંચાઇમાં પાણી રોટેશન કરી ગત વર્ષ પાણીનો બચાવ કર્યો હતો.

જે પાણી આ વર્ષ ખેડૂતો માટે આ વર્ષ વિસ્તારમાં ચોમાસુ નબળુ હોવા છતાં ચોમાસાના ત્રણ માસ બાકી છે ત્યારે ડેમ ૯૦ ટકાથી વધુ ભરાયેલ છે. અને આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. તેમ સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જયદિપકુમાર પટેલે જણાવ્યું હતું.

રાવલ ડેમમાં પાણીનો જથ્થો ૨૪.૫૯૩ તેમજ મચ્છુન્દ્રી ડેમમાં ૩૦.૦૭૪૨ એમ સી એમ છે..

ગીરજંગલની મધ્યે આવેલ રાવલ સિંચાઇ યોજનામાં હૈયાત પાણીની આર. એલ. ઉંડાઇ ૧૪૭. ૯૫૫ મી. છે. અને હૈયાત જથ્થો ૨૪.૫૯૩ એમ સી એમ છે. તેમજ મચ્છુન્દ્રી ડેમમાં હાલ પાણીની ઉંડાઇ આર એલ ૧૦૯. ૧૫ છે. અને હાલ પાણીનો જથ્થો ૩૦.૦૭૪૨ એમ સી એમ છે..

ઉના ગીરગઢડા તાલુકાના ૪૦ થી વધુ ગામોને પીયતનું આપવામાં આવે છે.
ઊના ગીરગઢડા તાલુકાના ૪૦ થી વધુ ગામડામાં ખેડૂતોને સિંચાઇ યોજના હેઠળ રવિ ઉનાળુ તેમજ પ્રી.ખરીફ સિંચાઇ માટે પાણી કેનાલ દ્રારા આપવામાં આવે છે. તેમજ દિવમાં રોજ ૮ એમ એલ ડી પીવાના પાણી આપવામાં આવે છે.

Photos / 24 વર્ષની પાયલટે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 800થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા

ગુજરાત / PM મોદીએ રોડ શોમાં ખાસ કેસરી ટોપી પહેરી હતી, હવે તે આકર્ષણ  અને ચર્ચાનું કેન્દ્ર બની છે

Ukraine Crisis/ રશિયાએ યુક્રેનના ડિનિપ્રો શહેરને બનાવ્યું નિશાન, જૂતાની ફેક્ટરી તોડી પાડવામાં આવી