નવસારી,
નવસારીના ધર્મિન નગર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ આવાસોનુ લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસસિંહ સરવૈયા અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ આધુનિક સુવિધાસભર મકાનો જીડીઆર મુજબ અગ્નિશામક તેમજ ભુકંપ પ્રતિરોધક બાંધકામ છે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા ચેરમેને લાભાર્થીઓ પરિવારોને એકબીજા સાથે હળીમળીને રહેવા એક વસુદેવ કુટુંબની ભાવનાને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નાના-મધ્યધમવર્ગના લોકોને આવાસો મળી રહે તેવી સકારાત્મક દ્ઘષ્ટિ સાથે સુચારૂ આયોજન કર્યું છે.